Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં બીજ મસાલાના પાકોની ચૂસિયા જીવાતોના નિયંત્રણ માટે માર્ગદર્શિકા

જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા

ખંભાળીયા તા. ૮ઃ બીજ મસાલાના પાકોની ચૂસિયા જીવાતોના નિયંત્રણ માટે ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

બીજ મસાલાના પાકોની સૂચિયા જીવાતોના નિયંત્રણ માટે શક્ય હોય ત્યાં મોલો ઉપદ્રવિત ભાગોને કાપી લઈ નાશ કરવો. મોલો અને સફેદમાખીના પરિક્ષણ માટે પીળા ચીકણા પીંજર પ્રતિ હેકટરે ૧૦ પ્રમાણે ગોઠવવા. બીજ મસાલાના પાકોમાં ડાળિયા, સીરફીડ માખીના કીડા અને ક્રાયસોપર્લા નામના પરભક્ષી કીટકો કુદરતી રીતે મોલોનું ભક્ષણ કરતા હોવાથી આવા ઉપયોગી પરભક્ષીઓની વસ્તી વધારે હોય ત્યારે ઝેરી કીટનાશકોનો છંટકાવવ ટાળવા જોઈએ.

બીજ મસાલાના પાકોમાં કૂલ અવસ્થાએ મધમાખી આવન જાવન વધારે રહેતુ હોઈ ફૂલ અવસ્થાને જંતુનાશકોનો છંટકાવ ટાળવો અથવા વનસ્પતિજન્ય કીટનાશક જેવા કે લીંબોળીના મીજનો ભૂકો પ૦૦ ગ્રામ (પ ટકા અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી બે છંટકાવ કરવો.

જીરૃની મોલોના નિયંત્રણ માટે એફીડોપાગરોપેન પ૦ ડીસી ર૦ મિલી. અથવા ફલ્યુપાયરેડીફ્યુરોન ર૦૦ એસએલ રપ મિલી અથવા પાઈમેટ્રોઝીન પ૦ ડબલ્યુજી ૬ ગ્રામ અથવા ફલોનિકામાઈડ પ૦ ડબલ્યુજી ૩ ગ્રામ અથવા એસીફેટ ૭પ એસપી ૧૦ ગ્રામ અથવા ઈમમ્ડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલી અથવા થાયોમેથોકઝામ રપ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા કિવનાલફોસ રપ ઈસી ર૦ મિલી અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પ્રથમ છંટકાવ બાદ બીજો છંટકાવ કીટનાશક બદલીને પંદર દિવસના અંતરે કરવો. થ્રીપ્સના નિયંત્રણ માટે સ્પાઈરોમેસીફેન રર.૯ એસપી પ મિલી અથવા સ્પીનોસાડ ૪પ એસસી ૪ મિલી અથવા એસીફેટ ૭પ એસપી ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી બે છંટકાવ કરવા. બોજો છંટકાવ ૧પ દિવસ પછી કરવો.

કથીરીના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર ર૦ ગ્રામ અથવા ફેનપાયરીકઝીમેટ પ ઈસી ૧૦ મિલી અથવા ફેનાઝાક્વિન ૧૦ ઈસી ૧૦ મિલી ૧૦ લિટર પાણીમાં ભેળવી બે છંટકાવ કરવા, બીજો છંટકાવ દસ દિવસ બાદ કરવો.  આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક-વિસ્તરણ, અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh