Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુર બાયપાસ પાસે ટ્રકે સર્જયો અકસ્માતઃ
જામનગર તા. ૮ઃ જામનગરના નાગનાથ નાકા પાસે એમ હોમગાર્ડઝ જવાનને ટ્રકે ઠોકર મારતા ઘવાયેલા જવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે કાલાવડના રણુજા પાસે એક યુવાનને અજાણી મોટરે ટક્કર મારી છે. મોટા વડાળા પાસે બે બાઈક અથડાતા એક યુવક ઘવાયા છે અને લાલપુર બાયપાસ પાસે બાઈકચાલક પર ટ્રક ફરી વળ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગર તાલુકાના જગા મેડી ગામમાં રહેતા ભરતસિંહ ગોપાલસિંહ જાડેજા નામના યુવાન ગઈ તા.૨૬ની સાંજે પાંચેક વાગ્યે મોટા વડાળા ગામ તરફ જવા માટે પોતાના મોટર સાયકલ પર જઈ રહ્યા હતા. ત્યારે માર્ગમાં જીજે-૩-ડીએચ ૭૨૭૦ નંબરના મોટરસાયકલ ના ચાલકે અકસ્માત સર્જતા ભરતસિંહના કપાળ તથા હોઠના ભાગે ફ્રેક્ચર સહિતની ઈજા હતી. અકસ્માત સર્જી નાસી ગયેલા સામેવાળા બાઈકના ચાલક સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.
કાલાવડથી રણુજા જવાના રોડ પર આવેલા સ્પિનિંગ મીલ પાસેથી ચાલીને જતા એક યુવાનને પાછળથી અજાણી મોટરે પાછળથી ઠોકર મારી દેતા બંને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા પામેલા આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જનાર મોટરના ચાલક સામે ગિરીશભાઈ અમરશીભાઈ ગોહેલે કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છેે.
જામનગરના સુભાષબ્રિજ પાસે આવેલા બારદાનવાલા કોમ્પ્લેક્સમાં રહેતા અને હોમગાર્ડમાં નોકરી કરતા પરેશભાઈ લક્ષ્મણભાઈ દાઉદીયા નામના યુવાન ગયા ગુરૃવારે રાત્રે ત્રણેક વાગ્યે પોતાની નોકરી પરથી જીજે-૧૦-એએન ૮૮૭૬ નંબરના મોટરસાયકલમાં ઘર તરફ જતા હતા ત્યારે નાગનાથનાકા પાસે અચાનક જ પુરપાટ ઝડપે ધસી આવેલા જીજે-૧૨-એયુ ૫૮૧૭ નંબરના ટ્રકના ચાલકે પરેશભાઈના મોટરસાયકલ સાથે અથડાવતા આ યુવાનને ડાબા પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજા થઈ છે. તેઓએ ટ્રકચાલક સામે પોલીસમાં ફરિયાદ કરી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા રામ નગરની શેરી નંબર ૭માં રહેતા લાખાભાઈ માણસીભાઈ ઘોડા નામના ચારણ યુવાન ગઈ તા.૨૮ ઓકટોબરની સાંજે દ્વારકાથી રાજકોટ તરફ જતા રોડ પર લાલપુર બાયપાસથી થોડે આગળ પોતાના જીજે-૧૦-બીક્યુ ૬૬૦૫ નંંબરના મોટરસાયકલમાં જતા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલા જીજે-૧૨-એડબલ્યુ ૮૮૮૧ નંબરના ટ્રકના ચાલકે તેઓને ઠોકર મારી હતી. આ અકસ્માતમાં લખાભાઈના પગ પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યંુ હતું. તેઓને ઓપરેશન કરાવવું પડ્યું હતું. પોલીસે ટ્રકચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial