Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજન કરાયું હતુંઃ
ભાટિયા તા. ૮ઃ ખંભાળિયામાં ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ઓક્સન આધારીત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.
ખંભાળિયા તાલુકા પ્રા. શિક્ષક સંઘ આયોજિત તાલુકા કક્ષા ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૩ યોજાઈ ગઈ. તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ જગદીશભાઈ ડેર, મહામંત્રી હિતેશભાઈ કરમુર અને ઉપપ્રમુખ દેવશીભાઈ કરમુરની આગેવાની હેઠળ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. તાલુકામાંથી આઠ ટીમે ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટ ઓક્સન આધારીત યોજવામાં આવી હતી. ફાઈનલ વિજેતા ટીમ વિરલ બગડાઈની આઝાદ ઈલેવન રહી અને રનર્સઅપ ટીમ દિનેશ વરૃની ભગતસિંહ ઈલેવન રહી હતી.
ટુર્નામેન્ટના મેન ઓફ ધ સિરીઝ દિનેશ વરૃ, બેસ્ટ બેટ્સમેન દિનેશ વરૃ, બેસ્ટ બોલર ચંદ્રેશ રાઠોડ બન્યા અને ફાઈનલ મેચમાં મેન ઓફ ધ મેચ વિરલ બગડાઈ બન્યા હતા. આ ટુર્નામેન્ટમાં જિ.પં. સદસ્ય એભાભાઈ કરમુર, આહિર અગ્રણી મેરામણભાઈ ભાટુ, પૂર્વ તાલુકા પ્રમુખ જીવાભાઈ કનારા, તા.પં. સદસ્ય ઘેલુભા જાડેજા, દ્વારકા જિલ્લા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ પરબતભાઈ સુવા, જિલ્લા સંઘ ઉપપ્રમુખ પરેશભાઈ ચાવડા, બીઆરસી પી.એસ. રાણા, એચટાટ પ્રમુખ રામભાઈ ચાવડા, મારખીભાઈ ગોરીયા, મુકેશભાઈ જોષી, શત્રુઘ્નભાઈ ગોજીયા અને સુમાત ગોજીયા વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી.
સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન કોમેન્ટ્રેટર તરીકે ભીમશીભાઈ ગોધમ, ખુમાણભાઈ, રાણાજી, ભીખુભાઈ પીંડારીયા તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમમાં એન્કર તરીકે જયોતિષભાઈ ચૌધરીએ સેવા આપી હતી. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા સૌ શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial