Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોધરા કાંડનો બદલો લેવાના હેતુથી
અમદાવાદ તા. ૮ઃ આઈએસઆઈએસ સાથે સંકળાયેલા આતંકી શાહનવાઝ આલમે એનઆઈએનની પૂછપરછમાં ખુલાસો કર્યો છે કે ગુજરાતના મોટા શહેરોમાં આતંકી હુમલા માટે તેમણે રેકી કરી હતી અને ગોધરાકાંડનો બદલો લેવા માટે ષડ્યંત્ર રચ્યું હતું.
ઈસ્લામિક સ્ટેટ આઈએસઆઈએસના મોડ્યુલ સાથે સંકળાયેલા આતંકી શાહનવાઝ આલમે એનઆઈએની પૂછપરછમાં મોટા ખુલાસા કર્યા છે. માહિતી અનુસાર શાહનવાઝ મહારાષ્ટ્રના નાગપુરમાં માઈનિંગ એન્જિનિયરીંગનો અભ્યાસ કરી ચૂક્યો હતો. તેના મોબાઈલમાંથી એવી ઘણી તસ્વીરો મળી હતી જેનાથી એવો ખુલાસો થયો છે કે, તે ઘરમાં જ આઈઈડી બોમ્બ તૈયાર કરી રહ્યો હતો. તેના નિશાને ગુજરાતના મહત્ત્વના શહેરો હતાં.
શાહનવાઝે કહ્યું કે, ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરત શહેર આતંકીઓના નિશાને હતાં. આતંકી શાહનવાઝની દિલ્હી પોલીસ અને કેન્દ્રિય તપાસ એજન્સીઓ પૂછપરછ કરી રહી છે. તેને એનઆઈએ દ્વારા મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો હતો અને તેના પર પ લાખનું ઈનામ જાહેર કરાયું હતું. શાહનવાઝની દિલ્હીથી એનઆઈએ ધરપકડ કરી હતી. પૂણે આઈએસઆઈએસ મોડ્યુલના અનેક આતંકીઓ હજુ ફરાર છે.
તાજેતરમાં પકડાયેલા આઈએસઆઈએસના આતંકી શાહનવાઝ આલમે ખુલાસો કર્યો હતો કે પૂણે મહારાષ્ટ્ર મોડ્યુલના નિશાને મુંબઈ અને ગુજરાતના શહેરો હતાં. આઈએસઆઈએસ તેના આતંકીઓની મદદથી ગોધરા કાંડનો બદલો લેવા માટે સમગ્ર ગુજરાતમાં તબક્કાવાર રીતે બોમ્બ બ્લાસ્ટ કરવા માગતો હતો. પૂછપરછમાં તેણે કહ્યું કે, આતંકીઓના નિશાને ગુજરાતમાં ભાજપનો હેડક્વાર્ટર, આરએસએસનો હેડક્વાર્ટર, હાઈકોર્ટ, જિલ્લા કોર્ટ, યુનિવર્સિટી, મંદિર, મસ્જિદ, યહૂદ્દી પ્રાર્થના સ્થળ, રેલવે સ્ટેશન, ભીડવાળા બજાર અને વીઆઈપીના ઘર અને તેના રૃટ્સ હતાં. મોટા આતંકી હુમલા માટે કાયદેસર રીતે આ તમામ સ્થળોની જાન્યુઆરી ર૦ર૩ મા રેકી કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial