Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધતુરીયામાં ચેકડેમમાં ડૂબી જવાથી શ્રમિકનું મોતઃ
જામનગર તા.૧૪ ઃ જામનગરના ગોરધનપરમાં રહેતા એક પ્રૌઢને છાતીમાં ગભરામણ ઉપડ્યા પછી તેઓનું મૃત્યુ થયું છે. જ્યારે કલ્યાણપુરના ધતુરીયામાં ચેકડેમમાં ન્હાવા પડેલા એક શ્રમિક ડૂબી જવાથી મોતને શરણ થયા છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા ગોરધનપર ગામ નજીકના મારૃતીનગરમાં પાણીના ટાંકા પાસે રહેતા વનરાજસિંહ જીવુભા ચુડાસમા નામના બાવન વર્ષના પ્રૌઢ બુધવારે રાત્રે ભોજન લીધા પછી પોતાના પુત્ર સાગરસિંહ સાથે બેઠા હતા. આ વેળાએ વનરાજસિંહને ગભરામણ થવા લાગતા તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પ્રૌઢનું ગઈકાલે સવારે મૃત્યુ થયું છે. તેમના પુત્ર સાગરસિંહે પોલીસને જાણ કરી છે. સિક્કા પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી છે.
કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામની નાથાભાઈ અરશીભાઈની વાડીમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ સુરતના કામરેજના વિરાણા ગામના સંજયભાઈ કાલીદાસ રાઠોડ (ઉ.વ.૪ર) નામના યુવાન ગઈકાલે સાંજે વાડી પાસે આવેલ ચેકડેમમાં ન્હાવા માટે ઉતર્યા હતા. આ યુવાન કોઈ રીતે ઉંડાણમાં પહોંચ્યા પછી ડૂબી જતાં મોતને શરણ થયા છે. રમણભાઈ નટવરભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial