Advertisement
Author: નોબત સમાચાર

હિમાચલ હરિયાણા-પંજાબમાં મેઘ કહેરઃ તારાજી

હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજના ઘરમાં ભરાયા પાણી

નવી દિલ્હી તા. ૧૪ઃ ભારે વરસાદના કારણે હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ તથા કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં તારાજી સર્જાઈ છે. હજુ પણ વરસાદની આગાહી હોવાથી તંત્રો દ્વારા લોકોને સાવચેત કરવામાં આવી રહ્યાં છે.

હિમાચલના ભૂસ્ખલન અને પૂરના કારણે અત્યાર સુધીમાં લગભગ ૯૦ લોકોના મોત થયા છે. હિમાચલના મંત્રી રોહિત ઠાકુરે કહ્યું કે, વરસાદને કારણે અત્યાર સુધીમાં ૪૦૦૦ કરોડ રૃપિયાની સંપત્તિની નુકસાન થયું છે. અહીં મધ્યપ્રદેશના વિદિશાના લગભગ ર૦ ગામોમાં પૂર જેવી સ્થિતિ છે. ભારે વરસાદના કારણે રપ જેટલાં મકાનો ધરાશાયી થયા છે.

પંજાબના જલંધરમાં શાહકોટ સહિત અન્ય સ્થળોએ સ્મશાનગૃહ પણ પૂરના પાણીમાં ડૂબી ગયા છે. લોકોએ રસ્તાના કિનારે અંતિમ સંસ્કાર કરવા પડે છે. કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં પણ ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે અને પાણી પુરવઠાને અસર થઈ છે.

હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વિજના અંબાલા સ્થિત ઘરમાં પણ પાણી ભરાઈ ગયા હતાં. ફિરોઝપુરમાં પૂરથી ૩૦ થી વધુ ગામો પ્રભાવિત થયા હોવાથી જિલ્લા પ્રશાસને સેના અને બીએસએફની મદદથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતાં.

સેનાના જવાનોએ પંજાબના પટિયાલામાં એક કોલોનીમાંથી ર૦૦ થી વધુ લોકોને બચાવ્યા હતાં. હિમાચલના કિન્નોર જિલ્લામાં એનડીઆરએફની ટીમે ર૮ લોકોને બચાવ્યા હતાં.

હિમાચલની મંડીમાં કુદરતી આફતને કારણે ભારે નુકસાન થયું છે. ગંગોત્રી હાઈવે પર ધારલીમાં ખીર ગંગાનું પાણી રસ્તા પર આવી ગયું હતું. ભારે વાહનોના ચાલકો જીવના જોખમે રસ્તો ઓળંગતા હતાં.

ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, બિહાર, ઝારખંડ, ગોવા, મધ્યપ્રદેશ વિદર્ભ, સૌરાષ્ટ્ર-કચ્છ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરૃણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, કર્ણાટક, કેરળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડ, હિમાચલ, ઓડિશા અને તમીલનાડુમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થઈ શકે છે.

ઉત્તરભારતમાં રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે અત્યાર સુધીમાં ૬૦૦ મેલ/એકસપ્રેસ ટ્રેનોને અસર થઈ છે. રેલવેએ ગુરૃવારે જણાવ્યું હતું કે, ૭ થી ૧પ જુલાઈ સુધી ૩૦૦ મેલ/એક્સપ્રેસ અને ૪૦૬ પેસેન્જર ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. આ સિવાય ૧૦૦ ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવી છે અને ૧૯૧ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh