Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાયબર ક્રાઈમ, એએચટીયુ, ક્યુઆરટીના પણ કર્મચારીઓની બદલીઃ
જામનગર તા.૧૪: જામનગરના પોલીસતંત્રમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા કુલ પૈકીના ૯૩ પોલીસ કર્મચારીની સામુહિક બદલીનો ગઈકાલે જિલ્લા પોલીસવડાએ હુકમ કર્યાે છે. ખાસ કરીને એલસીબી તથા એસઓજીના કેટલાક કર્મચારીઓની અન્યત્ર બદલી કરાઈ છે અને કેટલાક કર્મચારીઓની એલસીબી, એસઓજીમાં નિયુક્તિ કરવામાં આવી છે.
જામનગર શહેર તથા જિલ્લાના પોલીસતંત્રમાં લાંબા સમય પછી એકસાથે ૯૩ પોલીસ કર્મચારીની બદલીનો ગઈકાલે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ હુકમ કર્યાે છે. એલસીબી, એસઓજી સહિતની શાખાઓમાંથી કેટલાક કર્મચારીઓને અન્યત્ર મુકવામાં આવ્યા છે.
બદલીના હુકમમાં જામનગરના સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કીર્તિબેન કે. નારીયાને એલઆઈબીમાં રાઈટર હેડ તરીકે મુકવામાં આવ્યા છે, હરેશ બી. વાઘેલાને જોડિયા, મગનભાઈ ચંદ્રપાલને સિટી-એ ડિવિઝનમાં, ભારતીબેન વાઢેરને જામજોધપુર, હરદીપ બારડને એલસીબીમાં, ફિરોઝ ખફીને કાલાવડ ગ્રામ્યમાં મુકવામાં આવ્યા છે. સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રદ્યુમનસિંહ કે. જાડેજાને પંચકોશી-બી ડિવિઝનમાં, જયોત્સનાબેન રાઠોડ તથા શબાનાબેન દરજાદાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં, ધર્મેન્દ્રસિંહ એન. જાડેજાને એલસીબીમાં નિયુક્તિ આપવામાં આવી છે.
સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી ધારાબેન ચોટલીયાને મહિલા પોલીસ સ્ટેશનમાં, મેરૃભાઈ ભુંડીયાને પંચકોશી-બી ડિવિઝનમાં, વિરેન્દ્રસિંહ જાડેજાને એસઓજીમાં, વિનોદ જાદવને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન માં મુકાયા છે, ટ્રાફિક શાખામાંથી અમિત ગઢવીને સિટી-બી ડિવિઝનમાં, હરપાલસિંહ પરમાર તથા દર્શિત સીસોદીયાને અનુક્રમે સિટી-એ તથા સાયબર ક્રાઈમમાં મુકાયા છે, દિનેશભાઈ સાગઠીયા, સોયબ મકવાને ને એસઓજીમાં, સજનસિંહ જાડેજાને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં, હિતેન્દ્ર ચાવડાને એર સિક્યુરિટીમાં નિયુક્તિ અપાઈ છે. જોડિયાના કનુભાઈ પરમાર ધ્રોલ અને વી.વી. બકુત્રા લાલપુર મુકાયા છે.
એલસીબીમાં ફરજ બજાવતા ભગીરથસિંહ સરવૈયાને પેરોલ ફર્લો સ્કવોડમાં, અશોકભાઈ સોલંકીને સિટી-બી ડિવિઝનમાં, શિવભદ્રસિંહ જાડેજાને ધ્રોલ, રાકેશ ચૌહાણને સિટી-એ ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે. એસઓજીના કર્મચારી અરજણભાઈ કોડીયાતરને એલસીબીમાં, શોભરાજસિંહ જાડેજાને કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં, મયુદ્દીન સૈયદને એલસીબીમાં નિયુક્તિ અપાઈ છે.
શેઠવડાળા પોલીસ સ્ટેશનમાંથી કરશનભાઈ બળીયાવદરાને જામજોધપુર, શ્રીકાંત દાતણીયાને સિટી-બી ડિવિઝનમાં, નયનાબેન કરંગીયાને લાલપુર, કૃણાલ હાલાને જામજોધપુરમાં મુકાયા છે. સિક્કાના સુરેશભાઈ ડાંગરને સિટી-સી ડિવિઝનમાં, દિલીપસિંહ જાડેજાને સિટી-બી માં, લાલજીભાઈ ગુજરાતીને જામજોધપુર, ધ્રોલના દિનેશભાઈ છૈયાને પંચકોશી-બી ડિવિઝન, અર્જુનસિંહ જાડેજાને સિક્કા, વિરલભાઈ રાવલીયાને પંચકોશી-બી ડિવિઝનમાં જનકભાઈ મકવાણાને સિટી-બીમાં, મયુરસિંહ પરમારને એલસીબીમાં, સંજયભાઈ સોલંકીને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં મુકાયા છે.
પંચકોશી-એ ડિવિઝનના ધર્મેન્દ્રસિંહ કંચવાને સિક્કા, બાદલભાઈ ચોટલીયાને સિટી-બી ડિવિઝનમાં, પંચકોશી-બી ડિવિઝનમાંથી, રામદેવસિંહ ઝાલાને હેડ કવાર્ટરમાં, ભગીરથસિંહ જાડેજાને ટ્રાફિક શાખામાં, ક્રિપાલસિંહ જાડેજાને એલસીબીમાં, પુષ્પરાજસિંહ જાડેજાને કાલાવડ ગ્રામ્ય પોલીસમાં તેમજ હેડ કવાર્ટરમાં રાઈટર હેડ તરીકે રહેલા નરેન્દ્રસિંહ જાડેજાને હેડ કવાર્ટરમાં જ, ભરતભાઈ સુવારીયાને હેડ કવાર્ટરમાં રાઈટર હેડ તરીકે, જશોદાબેન મકવાણાને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં મુકાયા છે.
બેડી મરીન પોલીસ સ્ટેશનમાં રાહુલ પાણકુટાને સી ઈમિગ્રેશનની કામગીરીમાં મુકવામાં આવ્યા છે. પોલીસ કંટ્રોલ રૃમમાંથી વનરાજસિંહ ચાવડાને હેડકવાર્ટરમાં, હેડ કવાર્ટરમાંથી જયપાલસિંહ ડોડીયાને સિટી-સીમાં, જામજોધપુરમાંથી રિદ્ધિબેન વાડોદરીયાને લાલપુર, જીજ્ઞેશ મેઘનાથીને પંચકોશી-એ ડિવિઝન, પ્રવીણભાઈ ખોલાને ટ્રાફિક શાખામાં, મુળરાજસિંહ જાડેજાને સિક્કા પોલીસ સ્ટેશનમાં, સંજય બાલીયાને કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં, ચંદુભા જાડેજાને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં, ઋષિરાજસિંહ રાણાને એલ સીબીમાં નિયુક્તિ અપાઈ છે.
મેઘપર પોલીસ સ્ટેશનમાંથી સુખદેવસિંહ જાડેજાને જામજોધપુર, પ્રવીણભાઈ પરમારને સિટી-સી ડિવિઝનમાં મુકાયા છે. કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાંથી પ્રતિપાલસિંહ સોઢાને ટ્રાફિક શાખામાં, મહેન્દ્રસિંહ જાડેજાને કાલાવડ શહેરમાં જ ડ્રાઈવર તરીકે, કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાંથી જયદીપ જેસડીયાને જોડિયા, ભરતભાઈ નંદાણીયાને લાલપુર, એબ્સકોન્ડર સ્કવોડમાંથી કાસમ બ્લોચને એલસીબીમાં, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાંથી ગીતાબેન હીરાણીને ટ્રાફિકમાં અને ચંપાબેન વાઘેલાને લાલપુર પોલીસ સ્ટેશનમાંં કલ્પેશ મૈયડને એલસીબીમાં નિયુક્તિ મળી છે.
પેરોલ ફર્લો સ્કવોડમાંથી યોગરાજસિંહ રાણાને શેઠવડાળા, ઘનશ્યામ ડેરવાડીયાને સિટી-બી ડિવિઝનમાં, કયુઆરટીમાંથી પુષ્પરાજસિંહ જાડેજાને કાલાવડ ગ્રામ્ય, સંજયસિંહ જાડેજાને પંચકોશી-એ ડિવિઝનમાં, એએચટીયુના બળવંતસંગ પરમારને પીસીસી સેલમાં એટેચ્ડ ફરજ માટે, લાલપુરના વૈશાલીબેન નંદાણીયાને શેઠવડાળા, ધ્રોલના કુલદીપસિંહ સરવૈયાને પંચકોશી-એ ડિવિઝનમાં, ભૂપતભાઈ ખાટરીયાને ધ્રોલ, એમટી વિભાગના વિજયભાઈ કરંગીયાને પંચકોશી-બી ડિવિઝનમાં, તેજસ જાનીને ક્યુઆરટીમાં, એલસીબીમાંથી યશપાલસિંહ જાડેજાને સિટી-સી ડિવિઝનમાં, હેડ કવાર્ટરમાંથી રાધાબેન યાદવને સિટી-બી ડિવિઝનમાં, જામજોધપુરથી રાજેશ કરમુરને ટ્રાફિક શાખામાં, સિટી-સીના પારૃલબા જાડેજાને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં એટેચ્ડ ફરજ માટે, સિટી-બીના સંદીપ જોરીયાને રીડર શાખામાં એટેચ્ડ ફરજ માટે, એએચટીયુના ભારતીબેન ડાંગરને એલસીબીમાં, જામજોધપુરના પ્રશાંત વસરાને હેડકવાર્ટરમાં, સરમણભાઈ ચાવડાને સિટી-બીમાં તેમજ શેઠવડાળાથી જયરાજસિંહ ઝાલાને બેડી મરીન તેમજ ટ્રાફિક શાખામાંથી ચંદ્રસિંહ પરમારને સિક્કામાં નિયુક્ત આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial