Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપાની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા રૃા.૧૩.૧૧ કરોડના કામોને મંજૂરી

ચેરમેન ઉપરાંત મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર સહિતના પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત

જામનગર તા. ૧૪ઃ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિગ કમિટીની બેઠક આજે મળી હતી જેમાં રૃા. ૧૩ કરોડ ૧૧ લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.  જામનગર મહાનગર પાલિકની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન મનિષ કટારીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ૧૧ સભ્યો ઉપરાંત મેયર બિનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર કમિશનર ડી.એન. મોદી, ઈન્ચાર્જ નાયબ કમિશનર ભાવેશ જાની, ઈન્ચાર્જ આસી. કમિશનર મુકેશ વરણવા અને કોમલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. આઉટ ગ્રોથ વિસ્તારમાં કામો માટે રૃા.૧૧ કરોડ ૬૮ લાખના ખર્ચની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી.

વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી રેલવે ફાટક સુધી સીસી રોડના કામ માટે રૃા. ૧૭ લાખ ૩૩ હજારનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. વોર્ડ નં. ૧૬માં મહાવીરનગરથી મારૃતિ પાર્ક સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામ માટે રૃા. ૪૪ લાખ ૯૧ હજારના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.

વોર્ડ નંબર ૧, ૬ અને ૭ માં વોટર વકર્સ શાખા દ્વારા પાણીની પાઈપલાઈન માટે ખોદવામાં આવેલા ટ્રેન્સમાં તથા જુદી જુદી કંપનીઓ દ્વારા કેબલ ગેસ પાઈપ લાઈન, ઈલેકટ્રીક કેબલ વગેરે લે લેઈંગના ટ્રેન્ચમાં સીસી રોડ સ્ટ્રેન્ધનીંગ કામ (સીસી ચરેડા)ના કામ માટે રૃા. ૧પ લાખનો ખર્ચ વોર્ડ નંબર ર,૩ અને ૪ માં મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરવા માટે વાર્ષિક રૃા. ૧ર લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.

મહાનગરપાલિકાની જુદી જુદી શાખાનો ભંગાર માલ સામાન વેંચાણ કરવાનો નિર્ણય કરાયો હતો. જેમાંથી રૃા. ૧૦ લાખની આવક થશે, દિગ્જામ સર્કલથી સમર્પણ સર્કલ ઓવર બ્રીજ અને બ્રુકબોન્ડ ગ્રાઉન્ડમાં આવેલ સ્ટ્રીટ લાઈટનું સ્ટ્રેન્ધનીંગ કામ માટે રૃા. ૯ લાખ ૮૩ હજારનો ખર્ચ મંજુર કરાયો હતો.

એસ્ટેટ શાખાના ઉપયોગ માટે ટ્રેકટર ટ્રોલી વાહન ભાડે રાખવા માટે વાર્ષિક રૃા. ૯ લાખનો ખર્ચ તેમજ જેસીબી,ડોઝર તથા ટ્રેકટર ભાડે રાખવા માટે રૃા. ૯ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. રણમલ તળાવ ૫ેરીફેરીમાં આવેલ તમામ ફાઉન્ટનના ઓપરેશન અને મેન્ટનન્સના ૩ વર્ષના કામ માટે રૃા. ૧૧ લાખ પ૦ હજારના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.

વન કવચ બનાવવા માટે વન સંરક્ષક કચેરીને જમીન ફાળવવી અંગેની દરખાસ્ત અન્વયે મહાપ્રભુજી બેઠક પાસેનો બગીચા હેતુ માટેનો પ્લોટ ફાળવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

વોટર વકર્સ શાખા હસ્તકના અન્ડર ગ્રાઉન્ડ સમ્પ-ગ્રાઉન્ડ સમ્પની સફાઈ માટે વાર્ષિક રૃા. ૧૪ લાખ ૮૭ હજારમાં ખર્ચને મંજુરી અપાઈ હતી. શહેરના નવ ઈએસઆરના ઓપરેશન અને મેન્ટનન્સ કામ માટેની દરખાસ્ત રિ ટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો.

ઈએસઆઈ એકટ ૧૯૪૮ જામનગર મહાનગર પાલિકામાં લાગુ કરવાની દરખાસ્ત મંજુરી કરી ભલામણ સામે સામાન્ય સભામાં મોકલી આપવા નિર્ણય લેવાયો હતો.

ટીટોડીવાડીની પાછળથી ઘાંચીની ખડકી સુધી ર૪ મીટર પહોળાઈના ડીપી રોડની અમલવારી કરવા અને લાઈન દોરી નક્કી કરવાની દરખાસ્ત અન્વયે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ નક્કી કરવા અંગે ધોરણસર કાર્યવાહી કરવાનું મંજુર કરાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh