Advertisement
Author: નોબત સમાચાર

લોન પર લીધેલી મોટરના હપ્તા નહીં ભરાતા નાસીપાસ યુવાનનું વિષપાનઃ મૃત્યુ

નબળી આર્થિક પરિસ્થિતિના કારણે પગલું ભરી લીધુઃ

જામનગર તા.૧૪ ઃ લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહેતા એક આહિર યુવાને લોન પર લીધેલી મોટરના હપ્તા ભરાઈ શકતા ન હોય અને દિન-પ્રતિદિન નબળી બનતી જતી આર્થિક પરિસ્થિતિના કારણે આડાઅવળા વિચાર આવતા હોય આ યુવાને ત્રણ સપ્તાહ પૂર્વે ઝેરી દવા પી લીધી હતી. તેનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામના વતની અને હાલમાં લાલપુર તાલુકાના મોડપર ગામમાં વસવાટ કરતા વિજયભાઈ નગાભાઈ ભીંભા નામના બત્રીસ વર્ષના આહિર યુવાને ગઈ તા.૧૫ જુનના દિને પોતાના ઘરે પાકમાં છાંટવાની કોઈ ઝેરી દવા પી લીધી હતી.

દવાની અસર થવા લાગતા તેમના પરિવારને જાણ થઈ હતી અને વિજયભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. તેમના પત્ની નિરજલાબેન ઉર્ફે નીરૃબેન વિજયભાઈએ પોલીસને જાણ કરી છે. મેઘપરના જમાદાર એલ.જી. જાડેજાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી નિવેદન નોંધ્યું છે.

મૃતક યુવાને થોડા સમય પહેલા લોન પર ઈકો મોટર ખરીદ કરી હતી. તે મોટરના દર મહિને ભરવાના થતા હપ્તા થોડા સમયથી ભરી શકાતા ન હતા અને આર્થિક પરિસ્થિતિ નબળી બનતી જતી હોય, વિચારે ચઢી જતાં વિજયભાઈએ ઝેર પી લેવાનો કઠોર નિર્ણય કર્યા પછી ગઈ તા.૧પના દિને આ પગલું ભર્યું હતું. પોલીસે નિવેદન પરથી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh