Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેંકનો રર/ર૩ નો કુલ નફો રૃા. ૪,ર૦,૮૮૯.૭૭ પૈસાઃ
જામનગર તા. ૧૪ઃ જામનગર પીપલ્સ કો.ઓપરેટીવ બેંકની ૪૦ મી વાર્ષિક સધારણસભા બેંકના ચેરમેન દિપકભાઈ બદિયાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. દિપકભાઈએ સૌનું સ્વાગત કરી બેંકની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો.
ખર્ચ અને જોગવાઈ બાદ કરતા બેંકનો વર્ષ ર૦રર-ર૩ નો કુલ નફો રૃા. ૪,ર૦,૮૮૯-૭૭ પૈસાનો થયેલ છે. વર્ષાન્તે બેંકનું કુલ ગ્રોસ એન.પી.એ. રૃા. ૧પ.૮૭ લાખ રહેલ છે. જે કુલ ધિરાણના ૦.ર૭ ટકા છે, જેની સામે બેંકે કરેલ શંકમંદ લેણાની જોગવાઈ રૃા. ૩૯.ર૦ લાખ છે. આમ બેંકનું નેટ એન.પી.એ. ઝીરો રહેલ છે. બેંક દ્વારા પોતાના ગ્રાહકોને આર.ટી.જી.એસ., એન.ઈ.એફ.ટી., ઈ-ટેક્સ પેમેન્ટ, એસ.એમ.એસ. એલર્ટ, ઈ-મેઈલ દ્વારા પોતાના ખાતાના સ્ટેટમેન્ટ મેળવવા ઈચ્છતા ગ્રાહકોને આવી અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. બેંક દ્વારા તેમના ગ્રાહકોને સુવિધા આપવા માટે મોબાઈલ બેન્કીંગ સેવા શરૃ થઈ ગઈ છે તેમજ રિલાયન્સ નીપોન લાઈફ ઈન્સ્યુરન્સ કાું.લિ. સાથે બિઝનેસ ટાયમઅપ કરેલ છે. ટૂંકમાં બેંક આ કંપની વતી વીમાનું કામકાજ કરશે, જેથી બેંકના ગ્રાહકો તથા સભાસદોને ફાયદો મળી શકે, જેનો લાભ લેવા વિનંતી કરવામાં આવી.
બેંકનો સી.આર.એ.આર. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન મુજબ ઓછામાં ઓછો ૯ ટકા જાળવવાનો હોય છે, જે તા. ૩૧-૩-ર૦ર૩ ના બેંક દ્વારા ર૦.૬૧ ટકા જાળવવામાં આવેલ છે, જે બેંકના સ્વભંડોળ અને આંતરિક નાણાકીય સંસાધનો અને તે સામે જોખમો સામેની ક્ષમતા દર્શાવે છે. વિવિધ પ્રકારની થાપણ માટેની યોજનાઓ જેવી કે, દૈનિક બચત યોજના, ઝીરો બેલેન્સથી બુનિયાદી બચત ખાતા, બાંધી મુદ્તના ખાતાઓ વિગેરે તેમજ વિવિધ ધિરાણની સવલતો ગ્રાહકોને વ્યાજબી દરે પૂરી પાડવામાં આવે છે. નાના તથા નબળા વર્ગના વેપારી ભાઈઓને તેમના ધંધાર્થે રૃા. પ૦,૦૦૦ સુધીનું ધિરાણ કોઈપણ જાતની સિક્યોરીટી વગર બે જામીન લઈને આપવામાં આવે છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તથા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં સારો એવો પ્રતિસાદ મળેલ છે તથા આ વીમાઓ નિયમિત રીતે રીન્યુ થાય છે. બેંકે ઓડીટ વર્ગ 'અ' જાળવી રાખેલ છે. બેંકના થાપણદારોની રૃા. પ.૦૦ લાખ સુધી થાપણો વીમાથી સુરક્ષિત છે, જેનું પ્રિમીયમ તા. ૩૦-૯-ર૦ર૩ સુધીનું ભરેલ છે. બેંકના ચેરમેન દિપકભાઈ બદિયાણીએ ખાસ જણાવેલ કે, બેંકનું લક્ષ્ય ગ્રાહક સેવા છે.
બેંકની ૪૦ મી વાર્ષિક સામાન્ય સભાના પ્રસંગ દિપકભાઈ કે. બદિયાણીએ વ્યાજના દરોમાં વધારો આપવાની જાહેર કરેલ, તા. ૧-૮-ર૦ર૩ થી નોન કોલેબલ તે મુજબ અનુક્રમ નં. (૪) ૭૭૭ દિવસની ડિપોઝિટમાં વ્યાજનો દર ૭.પ૦ ટકા (જુનો દર ૭.રપ ટકા) તથા સિનિયર સિટીઝન માટે ૮.૦૦ ટકા (જુનો દર ૭.૭પ ટકા) રહેશે તથા અનુક્રમ નં. (૭) ૧૧૧૧ દિવસની ડિપોઝિટ માટે વ્યાજ દર ૮.૦૦ ટકા (જુનો દર ૭.પ૦ ટકા) તથા સિનિયર સિટીઝન માટે ૮.પ૦ ટકા (જુનો દર ૮.૦૦ ટકા) રહેશે.
બેંકના વા. ચેરમેન હર્ષદભાઈ બી. કોઠારીએ સભાસદો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો, બેંકના અધિકારીઓ, સ્ટાફ પ્રત્યે આભાર વ્યક્ત કરેલ તેમજ બેંકના રોજિંદા વહીવટમાં મદદરૃપ થનાર એચડીએફસી બેંક, આઈડીબી બેંક, એનપીસીઆઈ, એનએસીએચ તેમજ ગુજરાત અર્બન કો. ઓપ. બેંક્સ ફેડરેશન, સૌરાષ્ટ્ર-કચ્છ-અર્બન કો. ઓપ. બેંક્સ ફેડરેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. વાર્ષિક સાધારણ સભાનું સંચાલન બેંકના સી.ઈ.ઓ. અતુલભાઈ શાહએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial