Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર હજાર પશુઓને કૃત્રિમ બીજદાન સહિત ૩૪ પશુ આરોગ્ય કેમ્પો યોજીને
જામનગર તા. ૧૪ઃ રિલાયન્સ રિફાઈનરી આજુબાજુના ગામોમાં પશુ સારવારના ક્ષેત્રમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે દોઢ લાખ કરતા વધુ પશુઓની સારવાર માટે મોબાઈલ વાન, ઓપરેશન થિએટર, ટેલી મેડિસિન, ટેલી બ્રિફીંગ જેવી અત્યાધુનિક સુવિધાઓનો ઉપયોગ કરીને કંપનીનું સામાજિક ઉતરદાયિત્વ નિભાવ્યું છે. તે ઉપરાંત કોરોના મહામારી વખતે પણ ઓનલાઈન ટેલિબ્રિફીંગ કરીને માર્ગદર્શન આપ્યું હતું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૃપે ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં પ્રથમ તબક્કામાં જામનગર સ્થિત રિલાયન્સ રિફાઈનરી નજીકના ગામો અને ત્યારબાદ ઉત્સાહી નિષ્ઠાવાન પશુ પાલકોને મદદરૃપ થવા અન્ય દૂરના ગામોમાં પણ રિલાયન્સ વેટરનરી હોસ્પિટલના માધ્યમથી પશુ આરોગ્ય અને પશુ જાળવણી આનુષાંગિક તમામ બાબતોને આવરી લેતી સર્વગ્રાહી પ્રવૃત્તિ ચાલી રહી છે. આજ સુધીમાં આ હોસ્પિટલ દ્વારા ૧,૧પ,૦૦૦ જેટલા પશુઓને સારવાર ૪૦૦૦ પશુઓને કૃત્રિમ બીજદાન તથા ૩૪ આરોગ્ય કેમ્પોમાં ૩૦ હજારથી વધુ પશુઓને એમ કુલ મળીને દોઢ લાખ જેટલા પશુઓને સારવાર આપવામાં આવી છે. ૧૭૦૦જેટલા પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોના મહામારી વખતે ટેલી મેડિસિન દ્વારા ઓનલાઈન રોગ નિદાન કરી રપ૬૦ જેટલા પશુઓને સારવાર અને ૬૦૦ થી વધુ ઉત્સાહી પશુપાલકો સાથે ટેલિબ્રિફીંગ દ્વારા માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.
લાલપુર તાલુકાના પડાણા ગામમાં રિલાયન્સ દ્વારા સ્થપાયેલી આધુનિક સુવિધાઓ સાથેની પશુ હોસ્પિટલમાં પશુઓને લગતા તમામ રોગો તથા ઈજાઓના નિદાન અને સારવાર માટે લોહી પેશાબ-છાણની ચકાસણી માટે લેબોરેટરી, અત્યાધુનિક ઓપરેશન થિયેટર, મોબાઈલ વેટરનરી વાન, અકસ્માતે ઈજાગ્રસ્ત ચલન અવયવોની ભાંગ-તૂટ થયેલ હાડકાની તપાસણી માટે એકસ-રે મશીન, તે લગત દવાઓ સાથેની ફાર્મસી, ગંભીર બીમાર પશુઓને ઈન્ડોર દાખલ સારવર માટે પશુ શેડ વગેરે તમામ સગવડો ઉપલબ્ધ છે. નિષ્ણાત અને સન્નિષ્ઠ તબીબી અને પેરા મિેડીકલ સ્ટાફ ધરાવતાં આ ચિકિત્સાલય દ્વારા દર વર્ષે પશુ વંધ્યત્વ નિવારણ અને પશુ કૃમિ નિયંત્રણ માટેનો કેમ્પો યોજવામાં આવે છે. આ ઉપરાંત પશુઓમાં કોઈ રોગચાળો ફેલાય ત્યારે ગામેગામ પશુ રોગ નિદાન-સારવાર-સંભાળના કેમ્પોનું પણ આયોજન કરવામાં આવે છે. તે ઉપરાંત પશુ જાત સુધારણા, સંવર્ધન, પોષણ, રસીકરણ તેવી આદર્શ પશુપાલન, જાળવણી તેમજ પશુ દૂધ ઉત્પાદન વૃદ્ધિ સબંધિત પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે.
ગત વર્ષે સમગ્રરાજ્યમાં પશુઓમાં ફેલાયેલા ચામડીની જીવલેણ મહામારી લંપી વાયરસ વખતે આ હોસ્પિટલ દ્વારા સરકારની વ્યવસ્થાની આપૂર્તિ સાથે સંપર્કમાં રહી તાત્કાલિક ધોરણે વેક્સિનેશન તથા અસરગ્રસ્ત જાનવરો તથા રસ્તે રઝળતાં બીનવારસી બીમાર જાનવરોની સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial