Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈસરો ચીફ એસ. સોમનાથે આપી માહિતી
હરિકોટા તા. ૧૪ઃ ચંદ્રયાન-૩ અંગે ગઈકાલે ઈસરો ચીફ એસ. સોમનાથે કહ્યું હતું કે, ચંદ્રયાન-ર ની સફળતા આધારિત ડિઝાઈન કરવાના બદલે ચંદ્રયાન-૩ માં નિષ્ફળતા આધારિત ડિઝાઈનનો વિકલ્પ પસંદ કરાયો છે. તો આ વખતે લેન્ડિંગ વિસ્તારને પ૦૦ મીટર બાય પ૦૦ મીટરથી વધારીને ૪ કિ.મી. બાય ર.પ કિ.મી. કરી દેવાયો છે. તે ગમે ત્યાં ઉતરી શકે છે, એટલા માટે આ તમને એક નક્કી જગ્યાએ પહોંચવા સુધી સીમિત ન રહે. આ વખતે એક જગ્યા નક્કી કરશે. પરંતુ જો પ્રદર્શન ખરાબ થયું તો તે ગમે ત્યાં ઉતરી શકે છે. ચંદ્રયાન-૩ માં ઈંધણ પણ વધુ છે, જેનાથી લેન્ડિંગ સ્થળ પર જવાની ક્ષમતા વધારે છે.
ભારતના મૂન મિશનની વાત કરીએ તો તેમાં ઘણાં સુધારા અને વિકાસ જોવા મળે છે. ભારતે ર૦૦૮ માં જે મૂન મિશન શરૃ કર્યુ હતું તે માત્ર ચંદ્રના નિરીક્ષણથી શરૃ થયું હતું. તે વખતે ચંદ્રના ઓર્બિટમાં રહીને તેની પ્રદક્ષિણા કરવી અને માહિતી ભેગી કરવાનો ગોલ હતો. તેમાં સફળતા મળ્યા પછી ભારતે ચંદ્રની સપાટી ઉપર સોફ્ટ લેન્ડિંગનો ગોલ બનાવ્યો અને તે દિશામાં કામ કર્યુ. તેમાં છેલ્લી ઘડીએ મિશન નિષ્ફળ ગયું. પહેલું મિશન ધાર્યા કરતા વહેલું પૂરૃં થઈ ગયું હતું.
મહત્ત્વની વાત એ છે કે, આ બન્ને મિશન દ્વારા ભારતને અવકાશયાત્રાનો અને તે દિશામાં કામ કરવાનો ખૂબ જ મોટો મહાવરો મળી ગયો હતો. ભારતે નવી, સસ્તી, આધુનિક, સ્વદેશી ટેકનોલોજી દ્વારા ત્રીજું મિશન હાથ ધર્યુ છે જે આગામી સમયમાં તેના પરિણામો આપશે.
નવા યાનની ટેકનોલોજી આધુનિક છે, તેના લેન્ડિંગ માટેના ઈમ્પેક્ટ લેગ્સ વધારે મજબૂત બનાવાયા છે. તેની સોફટવેર અને સેન્સર ટેકનોલોજી વધારે વ્યાપક અને અસરકારક બનાવાઈ છે. ગત્ મિશનની જેમ છેલ્લી ઘડીએ કોઈ મુશ્કેલી થશે તો લેન્ડર પોતાની રીતે સેન્સરની મદદથી સુરક્ષિત જગ્યા શોધીને તે તરફ લેન્ડિંગ માટે પ્રયાસ કરી શકશે. સોલાર પેનલ પણ આધુનિક રખાઈ છે જે રોવરને વધારે ઊર્જા પ્રદાન કરશે. લેન્ડરના એન્જિનની ક્ષમતા વિકસાવાઈ છે. રોવર પોતાની રીતે સંશોધન કરશે, સંદેશા મોકલાવશે. તસ્વીરો મોકલશે અને બીજી ઘણી કામગીરી રોવર દ્વારા કરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial