Advertisement
Author: નોબત સમાચાર

મનપા દ્વારા કોમર્શિયલ પ્રોપર્ટી ટેક્સમાં ૪૦૦ ટકા સુધીનો વધારો ઝીંકાતા ચેમ્બર લાલઘૂમ

ઉદ્યોગકારો-વેપારીઓમાં ઉગ્ર આક્રોશ

જામનગર તા. ૧૪ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ ર૦ર૩-ર૪ થી કોમર્શિયલ પ્રોપર્ટીઓના વેરામાં કરવામાં આવેલ અસહ્ય અને ઓચિંતા ૪૦૦ ટકા સુધીના વધારા સામે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ સખત વિરોધ નોંધાવ્યો છે.

તા. ૧૦ જુલાઈ ર૦ર૩ થી જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માટે મિલકત વેરો (એડવાન્સ ટેક્સ) ભરવા રિબેટ યોજના પ્રસિદ્ધ કરવામાં આવી છે જેના અનુસંધાને વ્યવસાયિક તથા રહેણાક ધરાવતા મિલકત ધારકોએ રિબેટ યોજનાનો લાભ લઈ વેરો ભરવા જતા ધ્યાનમાં આવેલ કે ચાલુ એટલે કે ર૦ર૩-ર૪ ના વર્ષ માટે ભરવા પાત્ર વેરામાં અંદાજે ૧પ૦ થી ૪૦૦ ટકા જેટલો વારો ઝીંકાયો છે. આ અંગે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીને તેમના સભ્યો ઉદ્યોગકારો તથા વેપારીઓ તરફથી ઉગ્ર આક્રોશ સાથે રજૂઆતો મળી રહી છે.

તે પછી જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ બિપેન્દ્રસિંહ સી. જાડેજાએ જામનગર મહાનગરપાલિકાના સન્માનિય મેયર તથા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનની રૃબરૃ મુલાકાત લઈ આ રીતે અચાનક અને એકસાથે મિલકતધારકો ઉપર અલગ અલગ રીતનો કોઈ તાર્કિક ગણતરીઓ વગરનો આટલો મોટો વધારો કરવાથી વેપારીઓ-ઉદ્યોગકારો તેમજ નાના નાના વેપારીઓ અને ઓફિસ ધરાવતા લોકો ઉપર અચાનક આટલી મોટી રકમનો બોજો આવતા તેઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયેલ છે. જામનગર મહાનગરપાલિકાના આ નિર્ણયથી જામનગરની પ્રજા ઉપર અંદાજે ૩૦ થી ૩પ કરોડનો બોજો આવે તેવી શક્યતા હોવાથી આવેલ એકસાથે કરવામાં અવોલ વધારો તાત્કાલિક અસરથી પરત ખેંચવા ઉગ્ર રજૂઆત કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh