Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં યોજાશે ડબલ્યુએચઓની ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ

થીમ-ફોર્મેટ-આયોજન અંગે જામનગરના આયુર્વેદ કેમ્પસ સ્થિત ઓફિસમાં વિશ્વકક્ષાની મિટિંગ તાજેતરમાં યોજાઈઃ

જામનગર તા. ૧૪ઃ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૧૪૦ જેટલી પરંપરાગત ઉપચાર પદ્ધતિઓ અને દવાઓ પરની વિશ્વની સૌ પ્રથમ ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ ગુજરાતના પાટનગર ગાંધીનગરથી મહાત્મા મંદિરમાં તા. ૧૭ અને ૧૮ ઓગસ્ટના યોજાશે. આ અંગે પૂર્વ તૈયારીઓ માટેની વિશ્વકક્ષાની ડબલ્યુએચઓની બેઠક જામનગરમાં આઈટીઆરએમાં આવેલી વિશ્વ આરોગ્ય સંસ્થાની ઈન્ટ્રિમ ઓફિસમાં તા. ૧૧-૧ર જુલાઈના યોજાઈ હતી.

ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ડબલ્યુએચઓ અને ભારત સરકાર દ્વારા જીર૦ ના પ્રમુખપદ અંતર્ગત સહભાગીદારીથી કરવામાં આવશે

વર્લ્ડ હલ્થ ઓર્ગેનાઈઝન દ્વારા વિશ્વમાં સૌ પ્રથમવાર 'ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ' ૧૭ અને ૧૮ ઓગસ્ટ ર૦ર૩ ના મહાત્મા મંદિર ગાંધીનગર, ગુજરાત, ભારતમાં યોજાશે. જીર૦ દેશોના આરોગ્ય મંત્રીસ્તરની બેઠકની સાથે સાથે વિશ્વની પ્રાચીનતમ પરંપરાગત પદ્ધતિ એટલે આયુર્વેદ અને એ ઉપરાંત બીજી ૧૪૦ થી વધુ પ્રકારની ટ્રેડિશનલ મેડિસિનની પદ્ધતિઓ પર રાજકીય પ્રતિબદ્ધતા અને એવિડન્સ બેઝ્ડ કાર્યવાહી માટે યોજવામાં આવી રહી છે. જે વિશ્વભરના કરોડો લોકો માટે તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીની જરૂરિયાતોને સંબોધવા માટેનું પ્રથમ સિમાચિન્હ બની રહેશે.

ગ્લોબલ સમિટનું આયોજન ડબલ્યુએચઓ અને ભારત સરકાર, જે ર૦ર૩ માં જીર૦ નું પ્રમુખપદ ધરાવે છે તેના દ્વારા સહભાગીદારીથી કરવામાં આવશે. આ સમિટ ટ્રેડિશનલ મેડિસિનના વપરાશકર્તાઓ અને સમુદાયો, શિક્ષણવિદે, ખાનગી ક્ષેત્ર, સામાજિક સંસ્થાઓ, રાષ્ટ્રીયનીતિ નિર્માતાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, સહિત તમામ હિતધારકો માટે આરોગ્ય અને ટકાઉ વિકાસમાં પરંપરાગત દવાના યોગદાન પર શ્રેષ્ઠ પ્રથાઓ અને ગેમ ચેન્જિંગ એવિડન્સ, ડેટા અને નવીનતા આપલે કરવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ બનશે.

સદીઓથી પરંપરાગત અને કોમ્પિલમેન્ટરી મેડિસિન્સ લોકો અને સમુદાયોમાં આરોગ્ય માટે એક અભિન્ન સ્ત્રોત છે. એટલું જ નહીં, તે આધુનિક સિદ્ધાંતો અને તબીબી ગ્રંથોના પાયા પણ ટ્રેડિશનલ મેડિસિનના આધારે જ રચાયા છે. આજે લગભગ ૪૦ ટકા ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો કુદરતી ઉત્પાદનનો આધાર ધરાવે છે, અને સિમાચિન્હરૃપ દવાઓ જેમ કે એસ્પિરિન, આર્ટેમિસિનિન અને બાળકોના કેન્સરની સારવાર સહિતની ઘણી દવાઓનો સ્ત્રોત ટ્રેડિશનલ મેડિસિનમાંથી મેળવે છે. જીનોમિક્સ અને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ સહિત નવા સંશોધનો આ ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છે અને હર્બલ દવાઓ, કુદરતી ઉત્પાદનો, આરોગ્ય, સુખાકારી અને સંબંધિત મુસાફરી માટેના ઉદ્યોગો વધી રહ્યા છે. હાલમાં ૧૭૦ સભ્ય દેશોએ ટ્રેડિશનલ મેડિસિનના ઉપયોગ અંગે ડબલ્યુએચઓને જાણ કરી છે અને તેના સલામત, ખર્ચ-અસરકારક અને ન્યાયપૂર્ણ ઉપયોગ માટે નીતિઓ, ધોરણો અને નિયમનોની જાણ કરવા પુરાવા અને ડેટાની વિનંતી કરી છે.

ટ્રેડિશનલ મેડિસિન્સ માટે વધતા વૈશ્વિક રસ અને માંગના પ્રતિભાવમાં ડબલ્યુએચઓ એ ભારત સરકારના સહયોગ સાથે ગુજરાતના જામનગરમાં એપ્રિલ ર૦રરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મોરિશિયસના વડાપ્રધાન પ્રવિણ જર્ગનોથ અને ડબલ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ટેડરોસની ઉપસ્થતિમાં 'ડબલ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન'નું ભૂમિપૂજન કરાયું હતું. આ ડબલ્યુએચઓ જીસીટીએમ વિશ્વના લોકોના આરોગ્ય માટે પ્રાચીન પરંપરા અને આધુનિક વિજ્ઞાનને ઉત્પ્રેરિત કરવાના મિશન સાથે જ્ઞાનકેન્દ્ર તરીકે લોકો અને દુનિયાની સુખાકારી માટે ડબલ્યુએચઓ હેડ ક્વાર્ટર અને તેના છ પ્રાદેશિક કાર્યાલયો દ્વારા કરવામાં આવતા પારંપરિક ચીકિત્સા પદ્ધતિઓને વિશ્વના મુખ્ય પ્રવાહમાં લાવવાના ભગીરથ પ્રયાસોને વેગવાન બનાવવા ઈંધણ પૂરૃં પાડશે.

ડબલ્યુએચઓ જીસીટીએમ વૈશ્વિક આરોગ્ય કવરેજ અને ટકાઉ વિકાસ માટે પરંપરાગત દવાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે કેન્દ્ર ભાગીદારી, પુરાવા, ડેટા, જૈવવિવિધતા અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને સ્થાનિક વારસો, સંસાધનો અને અધિકારોના આદર રાખીને માર્ગદર્શન પૂરૃં પાડશે.

આ અંગે ડબલ્યુએચઓ દ્વારા આખા વિશ્વમાંથી પસંદ કરાયેલા નિષ્ણાતોની બનેલી પેનલ જેમાં અમેરિકાથી ડો. સુઝાન, ભારતના પ્રોફેસર ભૂષણ પટવર્ધન, યુનાઈટેડ નેશન્સના ડો. ઓબી, થાઈલેન્ડના ડો. અંચેલી, બ્રાઝીલના ડો. રિકાર્ડો, ઈરાનના ડો. રોશનક, મલેશિયાના ડો. ગોહ ચેન્ગ, સાઉથ આફ્રિકાના ડો. માતસબીશ, જર્મનીના ડો. જ્યોર્જ સેફર, ન્યુઝીલેન્ડના ડો. સાયોન, ચીનના ડો. ચુનયુંની સમિતિની મિટિંગ જામનગરમાં આવેલા આઈટીઆરએના આયુર્વેદ કેમ્પસમાં ધન્વન્તરિ ગ્રાઉન્ડમાં હાલમાં જ બનાવાયેલી ડબલ્યુએચઓ જીસીટીએમની ઈન્ટ્રિમ ઓફિસમાં ૧૧-૧ર જુલાઈના મળેલી.

આ સમિતિ દ્વારા સમિટની થીમ, ફોર્મેટ, વિષયો અને સંબોધવાના મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરી. આ પ્રસંગે ભારત સરકારના આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા અને ડબલ્યુએચઓ હેડક્વાર્ટરથી ડેપ્યુટી ડાયરેક્ટર જનરલથી ઉપરાંત આખા વિશ્વમાંથી રપ જેટલા વિદ્વાનો જોડાયા હતાં. આ સાથે આ સમિતિએ આઈટીઆરએ જામનગરની હોસ્પિટલ અને રિસર્ચ લેબોરેટરી, લાઈબ્રેરી અને વિવિધ વિભાગોની મુલાકાત લઈ અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી હતી. એવી માહિતી ભારત સરકારના આયુર્વેદના પ્રથમ રાષ્ટ્રીય મહત્ત્વતા ધરાવતા સંસ્થાન આઈટીઆરએના નિયામક પ્રોફેસર વૈદ્ય અનુપ ઠાકર દ્વારા આપવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh