Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નીતિનભાઈ માડમે તંત્રને લખ્યો પત્ર
જામનગર તા. ૧૪ઃ જામનગરમાં સુભાષ બ્રીજથી સાત રસ્તા સુધી બની રહેલી ફલાય ઓવરબ્રીજના કામમાં માલ-સામાનની ગુણવત્તા જળવાઈ રહે તે બાબતે રજુઆત કરવામાં આવી છે.
જામનગરમાં નીતિન અનિલભાઈ માડમએ મહાનગરપાલિકાની પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખાના કાર્યપાલક ઈજનેરને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું છે કે દેશના અનેક રાજ્યોમાં પુલ ઓવરબ્રીજ તુટી પડવાનો અકસ્માતના બનાવોના સમાચારો સમયાંતરે પ્રસિદ્ધ થતા રહે છે તેથી શહેરમાં બનતા સુભાષ બ્રીજથી સાત રસ્તા સર્કલ સુધીમાં ઓવરબ્રીજનું કામ ચાલુ છે. તેના પુલની બન્ને બાજુ પારાપેટ એટલે કે સાઈડની દીવાલોમાં આરસીસી વર્ક થયું નથી. અનેક જગ્યાએ પીલરમાં પણ આરસીસી વર્ક થયેલ નથી તથા ભીમવાસ શેરી નંબર ૧ પાસે બે ગાળામાં સ્લેબ ભરવા લોખંડ લાંબા સમયથી બાંધવામાં આવ્યું છે. છેલ્લા એક માસમાં અનેક વખત ભારે વરસાદ પડવાના કારણે આ સ્થળે બાંધવામાં આવેલ લોખંડ વરસાદના કારણે કાટ ખાઈ ગયું છે. આ લોખંડમાં કોટીંગ પણ કરવામાં આવ્યું નથી. જેથી ભવિષ્યમાં અકસ્માતનો ભય છે. આ લોખંડ વાપરી શકાય નહીં અથવા તેનું વૈજ્ઞાનિક ઢબે તપાસી ઉપયોગમાં લેવું જોઈએ.
ભીમવાસ-૧ પાસેના ગાળામાં શહેરના રસ્તા તથા બહારગામથી અવરજવર કરતા પ૦ હજાર લોકોની અવર જવર કરતા રહે છે. તેના ઉપર કોઈ ખતરો ઉભો થાય નહીં તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. વર્ષ ર૦૧૪ માં એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ ઓવરબ્રીજના અકસ્માતમાં ૧૦ શ્રમીકોના મૃત્યુ થયા હતાં તે અંગે પોલીસ ફરિયાદ પણ થવા પામી હતી. એ કામ રચના કન્સ્ટ્રશનનું હતું. જામનગરમાં પણ એ પેઢી પાસે જ કામ છે જે બાબતે મહેન્દ્ર પટેલ સાથે કરાર થયા હતાં. તેની ઉપર સુરત દુર્ઘટના અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ બાબત પણ ધ્યાનમાં લેવી જરૃરી છે.
હાલમાં મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં ચાલતા કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ગંભીરતાથી વિચારી અનેક ફેરફારો (બદલી) કરી છે. આથી પ્રોજેકટ પ્લાનીંગ શાખાએ સમયસર કાર્યવાહી કરી લોકોના જીવ ઉપરનો ખતરો નિવારવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial