Advertisement
Author: નોબત સમાચાર

પ્રદેેશ નેતાગીરીનો આગ્રહ... નવા ચહેરાઓને સ્થાન આપોઃ ભાજપ વર્તુળમાં ચર્ચાનો માહોલ

હવે... જામનગર મહાનગર ભાજપ સંગઠનના હોદ્દેદારોની જાહેરાત ટૂંક સમયમાં...

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મહામંત્રીઓ, ઉપપ્રમુખો, મંત્રીઓ તેમજ વિવિધ મોરચના અધ્યક્ષોના નામની જાહેરાત થઈ ચૂકી છે.

હવે જેનો લાંબા સમયથી ભાજપના કાર્યકરો-આગેવાનો રાહ જોઈ રહ્યા છે તે જામનગર મહાનગર ભાજપ સંગઠનના હોદ્દેદારોના નામની જાહેરાત એકાદ-બે દિવસમાં થવાની શક્યતા છે.

ભાજપની સ્ટાઈલ મુજબ સંગઠનમાં પદ મેળવવા માટે દાવેદારો અને ભાજપના નેતાઓ સાથે સેન્સ પ્રક્રિયાની કાર્યવાહી થઈ હતી, તેને લાંબો સમય વીતી ગયો... પ્રદેશ કાર્યાલયમાં આ સર્વે પ્રક્રિયાનો અહેવાલ પણ સુપરત થઈ ગયો હતો, અને ત્યારપછી પ્રદેશ નેતાગીરીએ શહેર ભાજપ અધ્યક્ષો સાથે બેઠકો યોજી આખરી યાદી પણ તૈયાર કરી લીધી હોવાનું જાણવા મળે છે.

જે રીતે પ્રદેશ સંગઠનમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, તે મુજબ પ્રદેશ પ્રમુખ સહિત નેતાગીરીએ પણ જામનગર મહાનગર ભાજપ સંગઠનમાં નવા ચહેરાઓને સ્થાન આપવાના આગ્રહ સાથે સેન્સ પ્રક્રિયા પછી તૈયાર થયેલી યાદીમાં ફેરફાર કર્યા છે. જેના કારણે દાવેદારોમાંથી કોને ક્યુુ પદ મળે છે તે અંગે જબરૂ સંસ્પેન્સ પેદા થયું છે.

ભાજપ ન ધારેલા નામો જાહેર કરવા માટે કાયમી માટે ચર્ચામાં રહ્યું છે, ત્યારે જામનગર મહાનગર ભાજપ સંગઠનના હોદ્દેારોની યાદીમાં નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા પોતાના નજીકના કાર્યકરને પદ મળે તે માટે હજી પણ લોબીંગ ચાલુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તો બીજી તરફ આવનારી મનપાની સામાન્ય ચૂંટણી માટે પણ પોતાના મનગમતા કાર્યકરોને ટિકિટ મળે તેના ધમપછાડા પણ ચાલી રહ્યા છે! હાલારના બન્ને જિલ્લામાંથી પ્રદેશ ભાજપ સંગઠનમાં એક માત્ર આશાબેન નકુમને મંત્રી પદ મળ્યું છે, એ સિવાય મહત્ત્વના હાલારને કોઈ ખાસ મોટું સ્થાન મળ્યું નથી. તેવો ગણગણાટ પણ ચાલુ થયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh