Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોણા આઠ તોલાના ચેઈન-માળાની ઉઠાંતરીઃ
જામનગર તા. ૨૯: ખંભાળિયાના મોવાણ ગામના પાટીયા પાસે આવેલા એક મંદિરમાં ગઈકાલે દર્શનાર્થે આવેલા પાંચ મહિલાના ગળામાંથી સોનાના ચેઈન તથા માળાની ઉઠાંતરી થઈ છે. માત્ર એક કલાકમાં કોઈ ટોળકીએ રૂ।.૪ લાખ ૬પ હજારની કિંમતના પોણા આઠ તોલા વજનના દાગીના સેરવી લેતા હલચલ મચી ગઈ છે.
ખંભાળિયા તાલુકાના મોવાણ ગામના પાટીયા પાસે આવેલા વિઠ્ઠલેશ્વર મહાદેવ મંદિરમાં ગઈકાલે સવારે ખંભાળિયા તાલુકાના હંસ્થળ ગામના હીમીબેન નાથાભાઈ દેથરીયા નામના વૃદ્ધા દર્શનાર્થે ગયા હતા ત્યારે તેમના ગળામાંથી અંદાજે ત્રણ તોલા વજનની સોનાની કંઠી સેરવાઈ ગઈ હતી.
આ બાબતની થોડીવાર પછી હીમીબેનને જાણ થતાં તેઓએ હાંફળાફાંફળા બની કંઠીની શોધ શરૂ કરી તે દરમિયાન ત્યાં મંદિરમાં દર્શનાર્થે આવેલા ભાવનાબેનના ગળામાંથી પોણા બે તોલાનો પેંડલવાળો સોનાનો ચેઈન અને રાધાબેન નામના મહિલાના ગળામાંથી સવા તોલાની મોતીવાળી સોનાની માળા તેમજ પુરીબેનના ગળામાંથી પણ સવા તોલાની માળા, પાર્વતીબેન નામના મહિલાના ગળામાંથી અડધા તોલાનો સોનાનો ચેઈન સેરવાયાની વિગતો ખૂલી હતી.
આ બાબતની પોલીસને જાણ કરવામાં આવી છે. ખંભાળીયા પોલીસે કુલ પોણા આઠ તોલા વજનના સોનાના ચેઈન, પેંડલ, માળાની ઉઠાંતરી કરી જનાર ટોળકી સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial