Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૯૮ લોકો ઈજાગ્રસ્તઃ મૃતાંક વધી શકેઃ મહત્વાકાંક્ષી રેલ પ્રોજેક્ટ સામે ઊઠ્યા સવાલો
નિજાંદા તા. ર૯: મેક્સિકોમાં દર્દનાક દુર્ઘટના થઈ છે. ઈન્ટર ઓશનિક ટ્રેન પાટા પરથી ઉતરીને ખીણમાં ખાબકી પડતા ૧૩ મુસાફરોના મૃત્યુ થયા છે, અને ૯૮ ઈજાગ્રસ્ત થયા છે.
મેક્સિકોના દક્ષિણી રાજ્ય ઓક્સાકામાં રવિવારે એક અત્યંત દર્દનાક ટ્રેન દુર્ઘટના બની હતી. લગભગ રપ૦ લોકોને લઈ જઈ રહેલી એક ઈન્ટરઓશનિક ટ્રેન નિજાંદા શહેર પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ભીષણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૧ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ૯૮ અન્ય લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતે મેક્સિકોના મહત્ત્વાકાંક્ષી રેલ પ્રોજેક્ટની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
પ્રમુખ ક્લાઉડિયા શીનબામે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓને ઘટના સ્થળે મોકલવમાં આવ્યા છે જેથી પીડિત પરિવારોને શક્ય તમામ મદદ કરી શકાય. મેક્સિકના નેવીના જણાવ્યા અનુસાર દુર્ઘટના સમયે ટ્રેનમાં ૯ ક્રૂ મેમ્બર અને ર૪૧ મુસાફરો સવાર હતાં. કુલ રપ૦ લોકોમાંથી ૧૩૯ લોકો સુરક્ષિત હોવાનું જણાવાયું છે.
ઈજાગ્રસ્તોમાંથી પાંચની હાલત અત્યંત ગંભીર છે, જ્યારે લગભગ ૩૬ લોકોની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. ઓક્સાકાના ગવર્નર સાલોમન જારા કુઝે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને કહ્યું છે કે રાજ્યની એજન્સીઓ કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહી છે.
એટર્ની જનરલ અર્નેસ્ટિના ગોડોય રામોસે પુષ્ટિ કરી છે કે અકસ્માતના કારણો જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. તે તપાસમાં આવી રહ્યું છે કે શું આ કોઈ તકનિકી ખામી હતી કે રેલવે ટ્રેકના સમારકામમાં કોઈ ખામી રહી ગઈ હતી. જે ટ્રેન સાથે આ અકસ્માત થયો તે મેક્સિકોના સૌથી મોટા અને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંથી એકનો ભાગ છે.
કોરિડોરને પનામા નહેરના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે. જે મેક્સિકોના પ્રશાંત મહાસાગર અને ખાડીના કિનારાને જોડે છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વર્ષ ર૦ર૩ માં પૂર્વ રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રોડોરના કાર્યકાળમાં થયું હતું, જેનો મુખ્ય હેતુ દક્ષિણ મેક્સિકોમાં આર્થિક વિકાસ અને વેપારના માળખાને આધુનિક બનાવવાનો હતો, જો કે આટલી મોટી દુર્ઘટનાએ મુસાફરોના વિશ્વાસને હચમચાવી દીધો છે અને હવે પ્રશાસન પર આ સમગ્ર કોરિડોરના સેફ્ટી ઓડિટનું દબાણ વધી ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial