Advertisement
Author: નોબત સમાચાર

યુવાવર્ગમાં જાગૃતિ આવે તે માટે ૩૧મી ડિસેમ્બરે રણજીતનગરમાં યોજાશે સુંદરકાંડના પાઠ

૫શ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ સામે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: વર્તમાન સમયમાં  યુવાનોમાં  લવજેહાદ, ધર્માંતરણ અને પશ્ચિમી સંસ્કૃતિ નું અનુકરણ વધી રહૃાું છે અને તેનું કારણ આપણા ધર્મ પ્રત્યે આપણું કુણું વલણ અને આપણી કામકાજ ની શૈલી છે, વર્તમાન સમયમાં આપણી પાસે આપણા બાળકો માટે ચિંતા છે પણ તેને આપવા કે સમજાવવા માટે સમય નથી, આવનારી પેઢી ધર્મ અને દેવ દર્શન તથા ધાર્મિક કાર્યોને આસ્થાનું સ્થાન કે ધાર્મિક કાર્ય ન સમજતા મોજમજા કરવાનું એક સાધન સમજી રહૃાા છે. વર્તમાન સમયના ૧૨ થી ૨૫ વર્ષ ના કિશોરો અને યુવાનોને ધાર્મિક ગ્રંથ અને ધર્મ પ્રત્યેના પાઠ વોટસઅપ યુનિવર્સિટી ભણાવી રહી છે અને તેનું અનુકરણ થઈ રહૃાું છે, સ્કૂલોમાં ભણતરના ભાર જ એવા છે જે તેમાં હિન્દૂ સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યેનું જ્ઞાન આપવું મુશ્કેલ થઈ રહૃાું છે.

આવનાર ૨૫ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર નાતાલનો તહેવાર છે, જે પશ્ચિમી સંસ્કૃતિ અને તહેવારનો ભાગ છે પરંતુ દુઃખ સાથે માનવું પડે કે આપણી પ્રજા અને યુવાનો  દિવાળી, રક્ષાબંધન, હોળી, ભાઈબીજ, મકરસંક્રાતિ જેવા આપણા ધાર્મિક તેહવારોથી વધુ મહત્વ નાતાલને આપી ૨૫ અને ૩૧ ડિસેમ્બરે પશ્ચિમી ગીતો ઉપર નાચગાન કરી, દારૂ, ડ્રગ્સ અને પ્રતિબંધિત વસ્તુઓનું સેવન કરી અને પશ્ચિમી તહેવારો માનવી રહૃાા છે. આપણી સંસ્કૃતિ અને ધર્મ જાણે હાસિયામાં ધકેલાય રહૃાો છે તેવી પ્રતીત થઈ રહૃાું છે.

વર્તમાન નવયુવાનો અને આવનારી પેઢીઓ માટે આપડો ધર્મ અને સંસ્કૃતિના જાળવણી અને ધર્મ પ્રત્યેની જાગૃતતા કેળવવાના હેતુથી રણજીતનગર વેપારી મંડળ દ્વારા આવનારા ૩૧ ડિસેમ્બર બુધવારની રાત્રે ૧૦ કલાકે, રણજીતનગર, પટેલ સમાજ ચોકમાં આપડા ધર્મની ધરોહર સમાન ભગવાન શ્રી રામના પ્રિય દૂત અજર અમરનું વરદાન મેળવનાર, મહાદેવના રુદ્ર અવતાર શ્રી હનુમાનજી મહારાજના સુંદરકાંડના પાઠનું આયોજન કરવામં આવ્યું છે. તમામ વેપારીમિત્રો એ પરિવાર અને  આડોસ પાડોશી ભાઈઓ બહેનો સાથે આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યમાં જોડાવવા જાહેર નિમંત્રણ પાઠવાયું છે. સુંદરકાંડ પશ્ચાત વેપારી મંડળ દ્વારા પ્રસાદી સ્વરૂપે નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh