Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે સાંજે સર્જાયો હતો અકસ્માતઃ
જામનગર તા. ૨૯: જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા ચેલા ગામ પાસેથી ગઈકાલે સાંજે મોપેડ પર જામનગર આવી રહેલા એક પ્રૌઢને પુરપાટ ઝડપે ધસી આવેલી મોટરે ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલા આ પ્રૌઢનું સારવાર કારગત નિવડે તે પહેલાં મૃત્યુ નિપજ્યું છે. મૃતકના પુત્રએ મોટરચાલક સામે ફરિયાદ કરી છે.
જામનગરના ખોજાનાકા વિસ્તારમાં આવેલી લાલખાણ પાસે રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા સુલેમાનભાઈ ઈબ્રાહીમભાઈ આમરોણીયા (ઉ.વ.૬પ) નામના પ્રૌઢ ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે લાલપુર ધોરીમાર્ગ પર આવેલા ચેલા ગામ પાસે માધવ વિહાર સોસાયટી નજીકથી જીજે-૧૦-સીએચ ૪૫૮૩ નંબરના મોપેડમાં જામનગર તરફ આવી રહ્યા હતા.
આ વેળાએ તેઓને જીજે-૩૭-એમ ૮૩૮૧ નંબરની મહિન્દ્રા કંપનીની એક્સયુવી મોટરના ચાલકે ફૂલસ્પીડમાં ધસી આવી ટક્કર મારી દીધી હતી. પોતાના મોપેડ પરથી ફંગોળાઈ ગયેલા સુલેમાનભાઈને માથા તથા પગમાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ પ્રૌઢને ચકાસ્યા પછી ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કરતા મૃતકના પુત્ર હનીફભાઈએ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial