Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખોડિયાર મંદિરમાં કેમેરાના બોક્સને નુકસાન કરાયું:
જામનગર તા. ૨૯: કાલાવડ તાલુકાના ટોડા ગામમાં આવેલા રામદેવપીર મંદિરમાં શુક્રવારની રાત્રે ઘૂસી ગયેલા કોઈ તસ્કરે અંદરથી દાનપેટીનું તાળુ તોડી રૂ।.ર હજાર રોકડાની ચોરી કરી છે અને બાજુમાં જ આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના બોક્સમાં નુકસાન કર્યું છે.
કાલાવડ તાલુકાના ટોડા ગામમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં શુક્રવારની રાત્રે સાડા નવેક વાગ્યે કોઈ શખ્સ ચોરીના ઈરાદે ઘૂસી ગયો હતો. તેણે મંદિરમાં રાખવામાં આવેલા સીસીટીવી કેમેરાના બોક્સમાં નુકસાન સર્જયું હતું. તે ઉપરાંત બાજુમાં જ આવેલા રામદેવપીરના મંદિરમાં અંદર રાખવામાં આવેલી દાનપેટીમાંથી તાળું તોડીને રૂપિયા ૨૦૦૦ની રોકડની ચોરી કરી લીધી હતી.
આ બાબતની શનિવારે સવારે મૂળ ટોડા ગામના વતની અને હાલમાં રાજકોટમાં રહેતા પરેશભાઈ બાબુભાઈ નસીતને જાણ થતા તેઓએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial