Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહાણા ઈન્ટરનેશનલ ફોરમના સહયોગથી
જામનગર તા. ર૯: જામનગર લોહાણા મહાજન અને વિશ્વ લોહાણા મહાપરિષદના સંયુક્ત ઉપક્રમે તથા લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમના સહયોગ અને માર્ગદર્શન સાથે લોહાણા સ્ટાર્ટઅપ અને એમએસએમઈ મીટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઈ વિઠ્ઠલાણી અને વરિષ્ઠ ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ એચ. લાલ (જીતુભાઈ લાલ) દ્વારા માર્ગદૃશન આપવામાં આવશે.
આ કાર્યક્રમ તા. ૩૧-૧ર-ર૦રપ અને બુધવારે બપોરે ૪ વાગ્યે પંચેશ્વર ટાવર પાસે બદિયાણી વિંગ, મોદી લોહાણા મહાજન વાડીમાં યોજવામાં આવ્યો છે.
જામનગર તથા સમસ્ત હાલારના લોહાણા યુવા, સ્ટાર્ટઅપ ફાઉન્ડેશન અને એમએસએમઈ ઉદ્યોગકારોને દેશ-વિદેશના વિવિધ ઉદ્યોગ સાથે જોડવા માટેનો આ પ્રયાસ છે, અને કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા ઉદ્યોગકારોને નવી દિશા અને વિશાળ પ્લેટફોર્મ પ્રાપ્ત કરવાનો છે.
આ અવસર પર લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા માર્ગદર્શન, નેટ વર્કિંગ તથા આવનારા એલઆઈબીએફ એકસપો-ર૦ર૬ મુંબઈ મેલીંગ વિશે મહિતીસભર રજૂઆત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રઘુવંશી યુવા ઉદ્યોગકારોને જોડાવવા જામનગર લોહાણા મહાજનને પ્રમુખ ભરતભાઈ મોદી, મંત્રી રાજેશભાઈ કોટેચા, લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન-ર ના પ્રમુખ અરવિંદભાઈ પાબારી અને મંત્રી નિલેષભાઈ કાનાણી, લોહાણા મહાપરિષદ-રીજનલ હાલારના પ્રમુખ રમેશભાઈ દત્તાણી અને મંત્રી રાકેશભાઈ પંચવતિયા, અને લોહાણા મહાપરિષદ-રીજનલ પોરબંદરમાં પ્રમુખ સંજયભાઈ કારિયા, મંત્રી રાજેશભાઈ લાખાણીએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial