Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રેટર નોઈડાની પેઢીએ કરાર હોવા છતાં રકમ પરત ન કરીઃ
જામનગર તા. ૨૯: જામનગરના એક કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ ૨૦૨૩માં રાખવામાં આવેલા કામમાં જે કંપનીને એમઓયુથી તે કામ મળ્યું હતું. તે કામ માટેનું રો-મટીરીયલ મંગાવવા માટે રૂ।.૧ કરોડ ૧૪ લાખ ચૂકવી આપવામાં આવ્યા હતા તેમાંથી રૂ।.૪૦ લાખનો સામાન આવ્યો હતો અને બાકીના રૂ।.૭૩ લાખ જામનગરની પેઢીએ લેવાના બાકી હતા તેની ઉઘરાણી કરવા છતાં બાકી રકમ ચૂકવવામાં ન આવતા આખરે ઉત્તરપ્રદેશની આ પેઢીના ડાયરેક્ટર અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સામે છેતરપિંડી કરવા અંગે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં વસવાટ કરતા અને ત્યાં જ આવેલી બરડાઈ બ્રહ્મસમાજની વાડી પાસે શાંતિ રેસિડેન્સી-રમાં વસવાટ કરતા વિજય કન્સ્ટ્રક્શન નામની પેઢી ચલાવતા રાજુભાઈ મેણંદભાઈ મોઢવાડિયા નામના આસામીએ વર્ષ ૨૦૨૩ના જાન્યુઆરી મહિનામાં એક કામ રાખ્યું હતું.
આ કામનું ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડામાં આવેલી સકસેના મરીન ટેક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને એમઓયુ દ્વારા ફાળવવામાં આવ્યું હતું. તે કામ રાજુભાઈએ રાખ્યા પછી તે કામમાં ઉપયોગમાં લેવાના ફેબ્રિકેશન મટીરીયલ માટે તેઓએ રૂપિયા ૧ કરોડ ૧૪ લાખ આરટીજીએસના માધ્યમથી વિજય કન્સ્ટ્રકશન કંપનીમાંથી સકસેના મરીન ટેક પ્રાઇવેટ લિમિટેડને મોકલાવી આપ્યા હતા અને તેની સામે કોન્ટ્રાક્ટમાં વાપરવામાં આવતું ફેબ્રિકેશન મટીરીયલ સપ્લાય કરવામાં આવ્યું હતું.
વિજય કન્સ્ટ્રક્શન દ્વારા મોકલાવવામાં આવેલા રૂપિયા ૧ કરોડ ૧૪ લાખમાંથી તેઓને રૂપિયા ૪૦૪૨૦૯૦નું ફેબ્રિકેશન મટીરીયલ મોકલવામાં આવ્યું હતું. બાકીનું મટીરીયલ મોકલવામાં ના આવ્યું ન હતું અને તેના કારણે રૂપિયા ૭૩ લાખ ૫૭,૯૧૦ લેવાના બાકી હતા. તે રકમ ગ્રેટર નોઈડાની સક્સેના મરીન ટેક પ્રાઇવેટ લિમિટેડને કહેવા છતાં તે રકમ મોકલાવવામાં આવતી ન હોવાથી આખરે રાજુભાઈએ સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પેઢીના ડિરેક્ટર એચ.એલ. સક્સેના તથા તે કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અતુલ શ્રીવાસ્તવ સામે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial