Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા પાસે પદયાત્રીને વાહનની ટક્કરઃ મૃત્યુ નિપજતા પ્રસરી અરેરાટી

જામરોઝીવાડા પાસે અકસ્માતમાં પ્રૌઢને ઈજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: ખંભાળિયા-દ્વારકા માર્ગ પર ગઈ તા.૨૦ની સવારે દ્વારકા ચાલીને જતા યાત્રીક સંઘના એક વ્યક્તિને એક વાહને ટક્કર મારી હતી. ગંભીર ઈજા પામેલા આ યુવાનનું સારવારમાં મૃત્યુ થયું છે. દોઢ મહિના પહેલાં જામરોઝીવાડા ગામના પાટીયા પાસે સર્જાયેલા અકસ્માતની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

ખંભાળિયાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા અને ખંભાળિયાથી નવેક કિ.મી. દૂર મામાદેવના મંદિર પાસેથી ગઈ તા.૨૦ની સવારે દ્વારકા ચાલીને જતો એક સંઘ પસાર થતો હતો ત્યારે જીજે-૬-એએક્સ ૪૯૯૪ નંબરની ટેમ્પો ટ્રાવેલ્સ ફૂલસ્પીડમાં ધસી આવી હતી.

આ વાહનના ચાલકે આગળ ચાલ્યા જતા પદયાત્રીઓને હડફેટે લેતા દિનેશભાઈ પોપટભાઈ ભુવા નામના યાત્રીકને ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડાયેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મોરબીમાં વસવાટ કરતા પંકજભાઈ ઠાકરશીભાઈ અડરોજાએ વાહનચાલક સામે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ભાણવડ તાલુકાના રોજીવાડા ગામના પાટીયા પાસે ગઈ તા.૬ નવેમ્બરની બપોરે નુરમામદભાઈ હાસમભાઈ હિંગોરા નામના પ્રૌઢ તથા તેમના સંતાનો પસાર થતા હતા. ત્યારે જીજે-રપ-યુ ૬૭૯૦ નંબરની ઈકો મોટરે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં નુરમામદભાઈને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી. ચાલક સામે ભાણવડ પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh