Advertisement
Author: નોબત સમાચાર

ગુરૂદ્વારામાં ગુરૂ ગોબિંદસિંઘજીની જન્મ જયંતીની કરાઈ ઉજવણી

જી.જી. હોસ્પિટલમાં કાર્યક્રમ યોજાયો

                                                                                                                                                                                                      

જામનગરના ગુરૂદ્વારામાં ગુરૂ ગોબિંદસિંઘજીની ૩પ૯મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પછી ગુરૂદ્વારાથી જી.જી. હોસ્પિટલ સુધી શોભાયાત્રા નીકળી હતી અને જી.જી. હોસ્પિટલમાં ગુરૂ ગોબિંદસિંઘજીની તસ્વીરને ફૂલહાર કરી નતમસ્તક વંદન કર્યા હતાં. આ સમયે શિખ સમાજના ભાઈઓ, જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દિપક તિવારી, મેડિસીન વિભાગના વડા ડૉ. અજય તન્ના, આરએમઓ પ્રમોદ સકસેના વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ પછી ગુરૂદ્વારામાં સહેજ પાઠની સમાપ્તિ કરવામાં આવી હતી. ગંગાનગરના ભાઈ સાહેબ ગગનદિપસિંહ ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે ૧૧-૩૦ થી ૧-૩૦ સુધી શબ્દ કીર્તન કર્યું હતું. સાથે ગુરુ કા લંગરનું પણ આયોજન થયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh