Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સારવારમાં મૃત્યુ નિપજતા અરેરાટી પ્રસરી ગઈઃ
જામનગર તા. ૨૯: જામનગરના એક રિક્ષાચાલક પ્રૌઢ પાસે તેમના યુવાન પુત્રએ બુલેટ મોટરસાયકલ લઈ દેવાની જીદ્દ કરતા અને પૈસા ન હોવાથી આ બાઈક લેવાની પિતાએ ના પાડતા બંને વચ્ચે થયેલી જીભાજોડી પછી પિતાએ વખ ઘોળી જિંદગીનો અંત આણી લીધો છે.
જામનગર શહેરના આણંદાબાવા ચકલા વિસ્તારમાં આવેલી પાઠક ફળીમાં રહેતા નિલેશભાઈ બચુભાઈ સૂચક નામના સત્તાવન વર્ષના લોહાણા પ્રૌઢ રીક્ષા ચલાવવાનો વ્યવસાય કરતા હતા. આ પ્રૌઢ પાસે તેમના યુવાન પુત્ર ધવલે બુલેટ મોટરસાયકલ લઈ દેવાની વાત મૂકી હતી.
પિતા નિલેશભાઈએ બુલેટ મોટરસાયકલ ખરીદી આપવા જેટલી આર્થિક પરિસ્થિતિ ન હોવાના કારણે બુલેટ લઈ દેવાની ના પાડતા પિતા તથા જીદે ચઢેલા પુત્ર વચ્ચે અવારનવાર બોલવાનું થતું હતું. તે દરમિયાન શુક્રવારે ફરીથી બોલાચાલી થતા નિલેશભાઈને માઠું લાગી આવ્યું હતું. તેના કારણે શુક્રવારે રાત્રે આ પ્રૌઢે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેની રાત્રે દોઢેક વાગ્યે જાણ થતા આ પ્રૌઢને સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન શનિવારે સાંજે તેઓનું મૃત્યુ નીપજ્યું છે. બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે મૃતકના પુત્રી ખ્યાતિબેન સૂચકનું નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial