Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોની ટીમે ભેંસને પકડીઃ રખડતા ઢોરને પકડવાના નાટકોની પોલ ખુલી
જામનગર તા. ર૯: જામનગરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ અસહ્ય છે. ગઈકાલે પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક ભેંસને કોઈ તકલીફ થતા ચારેક વાહનને હડફેટે ચઢાવ્યા હતાં. આખરે મહાનગરપાલિકાની ટીમે આ ભેંસને પકડી પાડી હતી.
જામનગરના માર્ગો ઉપર ગાય-ખૂંટિયા અડીંગો જમાવી સતત બેઠા રહે છે. આવા ઢોર સામે પગલાં લેવા તંત્રનો પનો ટૂંકો પડે છે, જો કે સમયાંતરે ઢોર પકડવાની ઝુંબેશના નાટકો થાય છે, પરંતુ તેનું કોઈ પરિણામ મળતું નથી.
પરંતુ ગઈકાલે એક ભેંસએ ઉપાડો લીધો હતો. પંચેશ્વર ટાવર પાસે ચારેક જેટલા વાહનોને ભેંસે હડફેટમાં લેતા તેમના ચાલકોને સામાન્ય ઈજા પહોંચી હતી.
આખરે મહાનગર પાલિકામાં જાણ કરવામાં આવતા તેની ટીમ આવી પહોંચી હતી અને ભેંસને પકડી પાડી હતી.
જામનગરમાં રસ્તે આવતા ઢોરને કાબૂમાં રાખવામાં નહીં આવે તો આવા અકસ્માતોના બનાવો બનતા જ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial