Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુરના નાંદુરી, વાલાસણ તથા ધ્રોલ પાસે જુગાર ઝડપાયોઃ
જામનગર તા. ૨૯: જામનગરના રણજીતસાગર રોડ વૃંદાવન સોસાયટીમાં જુગાર રમતા આઠ મહિલા ઝડપાયા હતા. જ્યારે શંકરટેકરીમાંથી પાંચ મહિલા તીનપત્તી રમતા મળી આવ્યા હતા. ધ્રોલ પાસેથી છ શખ્સ, લાલપુરના નાંદુરીમાંથી પણ છ શખ્સ અને જામજોધપુરના વાલાસણમાં ગંજીપાના કૂટતા છ શખ્સ ઝડપાયા હતા. જુગારના પાંચ દરોડામાં પોલીસે રૂ।.દોઢ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા વૃંદાવન પાર્ક-૧ની શેરી નં.૩માં શનિવારે બપોરે કેટલાક મહિલાઓ એકઠા થઈને જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી સીટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફને મળતા પીઆઇ એન.એ. ચાવડાની સૂચનાથી પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો.
ત્યાં ગંજીપાનાથી જુગાર રમતા ચેતનાબેન રાકેશભાઈ સિરોદરા, મનિષાબેન વિજયભાઈ ચુડાસમા, કિરણબેન દીપકભાઈ ગિરનારી, હેતલબેન નરેશભાઈ સોલંકી, કિરણબેન રાજેશભાઈ સોલંકી, વર્ષાબા રઘુવીરસિંહ ગોહિલ, સોનલબેન યોગેશભાઈ ભુંડિયા, જ્યોત્સનાબેન અમૃતલાલ પોપટ નામના આઠ મહિલા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂપિયા ૧૨,૯૧૦ રોકડા કબજે કરી તમામ સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
ધ્રોલથી રાજકોટ વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલી આશાપુરા હોટલ સામે બાવળની જાળીઓમાં શનિવારે સાંજે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા સોહીલ અલારખા ખીરા, અકબર જુમાભાઇ અખાણી, મામદહુસેન હાસમ સૈયદ, હારૂન ઈબ્રાહીમ આમરણિયા, હનીફ કાસમભાઇ ઊઢેજા, ઉમર આમદભાઈ અખાણી નામના ૬ શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી રૂપિયા ૧૬૧૫૦ રોકડા તથા ગંજીપાના કબજે લીધા છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરા-રમાં ગઈકાલે સાંજે જાહેરમાં તીનપત્તી રમતા સરલાબેન છોટાલાલ નાખવા, ભાનુબેન કેશુભાઈ પાટડીયા, બિલ્કીસબાનુ મહેબુબ દરજાદા, નીતાબેન ઈરફાનભાઈ રાઠોડ, પૂજાબેન દીપકભાઈ ઝીંઝુવાડીયા નામના પાંચ મહિલા પોલીસના દરોડામાં પકડાયા હતા. પટમાંથી રૂ।.૧૨૦૦ કબજે કરાયા છે.
લાલપુર તાલુકાના નાંદુરી ગામમાં ગઈકાલે સાંજે નદીના કાંઠે તીનપત્તી રમતા હમીરભાઈ જેતાભાઈ કરંગીયા, ભૂપતભાઈ માંડણભાઈ વડાણીયા, બાબુભાઈ નાથાભાઈ કરંગીયા, પાલાભાઈ ગોગનભાઈ મારીયા, ધર્મેશ વલ્લભભાઈ સુરાણી, સોમાતભાઈ વજશીભાઈ વરૂ નામના છ શખ્સને પોલીસે પકડી લઈ રૂ।.૨૦૪૭૦ રોકડા, ત્રણ બાઈક, ચાર મોબાઈલ મળી કુલ રૂ।.૧,૧૨,૪૭૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામજોધપુર તાલુકાના વાલાસણ ગામની સીમમાં આવેલી બહાદુરભાઈ દામજીભાઈ પાંચાણીની વાડીની બહાર ઝાડ નીચે ગઈકાલે સાંજે ગંજીપાના કૂટતા બહાદુરભાઈ ઉર્ફે નરેન્દ્રભાઈ પાંચાણી, ઈકબાલ સલેમાન કુઢેચા, હસન ઉમરભાઈ ઘોઘા, અશ્વિન બટુકભાઈ પરમાર, રાજેશ લવજીભાઈ વિરાણી, દિનેશ મોહનભાઈ ગોહિલ નામના છ શખ્સ જામજોધપુર પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ।.૧૮૬૬૦ કબજે કરાયા છે.
જામનગરના સુભાષ બ્રિજ વિસ્તારથી નાગેશ્વર તરફ જવાના રસ્તા પર શનિવારે સાંજે જાહેરમાં ચલણી નોટના નંબર પર એકીબેકી બોલતા જેઠાભાઈ નારણભાઈ મકવાણા, રાજેશ ચંદુભાઈ વાઘેલા નામના બે શખ્સને પોલીસે પકડી લીધા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial