Advertisement
Author: નોબત સમાચાર

ગોરડીયા હનુમાનજી મંદિરનો જિર્ણોદ્ધારઃ તા. ૧ થી ૩ જાન્યુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠાઃ ધર્મોત્સવ

ધ્રોલના હરીપર પાસે

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૨૯: ધ્રોલના હરીપર પાસે શ્રી ગોરડીયા હનુમાનજી દાદા મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧ થી ૩ જાન્યુઆરી દરમિયાન મહારૂદ્ર યજ્ઞ અને ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ધ્રોલ નજીક હરીપર ગામની સીમમાં બિરાજમાન અને અનેક શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન શ્રી ગોરડીયા હનુમાનજી મંદિરનો આશરે ૧.૫૦ કરોડના ખર્ચે ભવ્ય જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ નૂતન મંદિરના નિર્માણ પ્રસંગે આગામી તા. ૧/૧/૨૦૨૬ થી ૩/૧/૨૦૨૬ સુધી ત્રિ-દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, શિખર પૂજન તથા સહ મહારૂદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંવત ૨૦૮૨ના પોષ સુદ-૧૩ થી ૧૫ દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં દરરોજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં ૫૧ કુંડી યજ્ઞમાં ૫૧ દંપતીઓ આહુતિ આપશે.

આ ઐતિહાસિક સ્થાનનો મહિમા જણાવતા આયોજકોએ ઉમેર્યું હતું કે, સંવત ૧૭૫૪ના માગશર સુદ અગિયારસના દિવસે હનુમાનજી દાદા હરીપર-વાગુદડની સીમમાં ગોરડના વૃક્ષ નીચે સાક્ષાત મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા હતા, જેથી તેઓ 'ગોરડીયા હનુમાન' તરીકે ઓળખાયા. ધ્રોલના રાજાના કુંવરને સર્પદંશમાંથી મુક્ત કરવાનો ચમત્કાર પણ આ સ્થાન સાથે જોડાયેલો છે, જેનાથી પ્રસન્ન થઈ તત્કાલીન રાજાએ મંદિર માટે જમીન અર્પણ કરી હતી. અગાઉ ધ્રોલ ઠાકોર સાહેબ જુણાજી અને ત્યારબાદ ૧૯૧૧માં ડોશી પરિવારે મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. હવે વર્ષ ૨૦૨૫-૨૬માં દાદાના પરમ ભક્ત દિનેશભાઈ કાસુંદ્રા દ્વારા પિતૃઓની સ્મૃતિમાં અત્યંત ભવ્ય અને કલાત્મક નૂતન મંદિરનું નિર્માણ કરાયું છે.

ત્રિ-દિવસીય કાર્યક્રમની વિગત મુજબ, ૧ જાન્યુઆરીના વહેલી સવારે ૭:૩૦ કલાકે બાળાઓ દ્વારા શિખરનું ભવ્ય સામૈયું અને શોભાયાત્રા કાઢવામાં આવશે, ત્યારબાદ મંડપ પ્રવેશ અને બ્રાહ્મણ પૂજન સાથે વિધિઓનો પ્રારંભ થશે. પ્રથમ દિવસે રાત્રે ૯ કલાકે ભવ્ય રાસોત્સવ યોજાશે. બીજા દિવસે તા. ૨ જાન્યુઆરીએ ગણપતિ પૂજન અને સ્થાપિત દેવતાઓના પૂજન સાથે યજ્ઞશાળામાં આહુતિઓ અપાશે, જ્યારે રાત્રિના સમયે ખારવાગામના નાટક મંડળ દ્વારા પૌરાણિક નાટક ભજવવામાં આવશે. મહોત્સવના અંતિમ દિવસે તા. ૩ જાન્યુઆરીએ સવારે ૧૦:૩૦ કલાકે સંતો-મહંતોનું સામૈયું કરાશે. બપોરે ૩:૩૦ કલાકે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને મહાઅભિષેક કરવામાં આવશે. ખાસ કરીને સાંજે ૪:૨૮ કલાકે શુભ મુહૂર્તમાં શિખર સ્થાપના અને ૪:૩૦ કલાકે ધ્વજારોહણ વિધિ સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થશે.

આ ભગીરથ કાર્યના મુખ્ય યજમાન તેમજ મંદિર અને ભૂમિના દાતા તરીકે જગદીશભાઈ ગોવિંદભાઈ કાસુંદ્રા તથા દિનેશભાઈ ગોવિંદભાઈ કાસુંદ્રા (રામગઢવાળા, હાલ અંકલેશ્વર) સેવા આપી રહૃાા છે. આ ઉપરાંત વિદેશમાં વસતા દાતાઓ તરફથી પણ આર્થિક યોગદાન સાંપડ્યું છે. આ ધાર્મિક પ્રસંગે ધ્રોલ, જોડિયા, પડધરી, ટંકારા, જામનગર અને મોરબી પંથકમાંથી ૧૨ થી ૧૫ હજાર જેટલા ભક્તો ઉમટી પડશે, જેમના માટે ત્રણેય દિવસ મહાપ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી છે. મંદિરના પૂજારી ઈશ્વરલાલ વિઠ્ઠલદાસ અને સ્વયંસેવકો તૈયારીઓને આખરી ઓપ આપી રહૃાા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh