Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાનગી કંપનીનો ૬૧૬ મીટર વાયર ચોરાયોઃ
જામનગર તા.૮ : ખંભાળિયાના એક યુવાન નાસ્તાની દુકાને મોબાઈલ ચાર્જીંગમાં મૂકીને ભૂલી ગયા પછી ગણતરીની મિનિટોમાં તે મોબાઈલ ગુમ થઈ જતાં ચોરી થયાની ફરિયાદ પોલીસમાં કરાઈ છે. જ્યારે કાઠી દેવરીયા ગામમાં ખાનગી કંપનીમાં ચાલતા કામના સ્થળેથી દીવાલમાં પડેલા બાકોરામાંથી કોઈ શખ્સ ૬૧૬ મીટર વાયર ચોરી કરી ગયો છે.
ખંભાળિયા શહેરના શક્તિ નગર વિસ્તારમાં પાંચ વાડી પાસે રહેતા નકુમ બાબુભાઈ ખીમજીભાઈ નામના આસામી ગઈ તા.૧૪ની સવારે લક્ષ્મી નાસ્તા ભુવન નામની દુકાનમાં નાસ્તો કરવા માટે ગયા પછી ત્યાં પોતાનો રૂ. સાડા પંદર હજારની કિંમતનો મોબાઈલ ચાર્જીંગમાં મૂકીને ભૂલી જઈ ચાલ્યા ગયા હતા.
ત્યારપછી રસ્તામાં મોબાઈલ ભુલાઈ ગયાનું યાદ આવતા દુકાને મોબાઈલ લેવા ગયેલા બાબુભાઈનો મોબાઈલ જોવા મળ્યો ન હતો. તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર-ખંભાળિયા રોડ પર કાઠી દેવરીયા ગામમાં નયારા કંપનીની સાઈટ પર પીપી પ્લાન્ટમાં અર્થીંગ વાયરનો ડ્રમ મૂકવામાં આવ્યો હતો. તે ડ્રમમાંથી ગઈ તા.૧ની સાંજે કોઈ શખ્સ નજીકમાં આવેલી દીવાલમાં પડેલા કાણામાંથી વાયર ખેંચી ગયો છે. કુલ ૬૧૬ મીટર વાયર ખેંચી નાખી તેની ચોરી કરી લેવાઈ છે. કર્મચારી અમૃતલાલ વેલજીભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial