Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી હનુમાન જયંતી મહોત્સવ, શ્રી ૧૧ કુંડી મહાયજ્ઞઃ
જામનગર તા. ૮: શ્રી રામદેવજી મહારાજનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રી હનુમાન જયંતી મહોત્સવ તથા શ્રી ૧૧ કુંડી મહાયજ્ઞનું આયોજન રોકડીયા હનુમાનજી તથા ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિર, કોલયાર્ડ, દિગ્વિજય ગ્રામ (સિકકા), તા. જી. જામનગરમાં કરવામાં આવ્યું છે. તા. ૯-૪ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થશે. જેમાં પ્રાંતઃ પૂજા, ધાન્યધીવાસ, દેહશુદ્ધિ, ગણપતિ પૂજા, પંચદેવ કર્મ, અગ્નિ સ્થાપના, ગૃહ હોમ, તા. ૧૦-૪ના સવારે જલાધિવાસ, સ્થાપનાવિધિ, કુટીર હોમ, ગૃહહોમ, વાસ્તુ હોમ, સહીતના કાર્યક્રમો, સાંજે ૫ વાગ્યે સંતોના સામૈયા, રાત્રે ૯ વાગ્યે જયોત પ્રાગટય, રાત્રે સંતવાણીનો કાર્યક્રમ તા. ૧૧ના સવારે શોભાયાત્રા, સ્થાપિત દેવતાની મહાપૂજા, મૂર્તિ પ્રતિષ્ઠા, બપોરે ૧ થી ૨ વાગ્યે પૂર્ણાહુતિ, સાંજે ૭ વાગ્યે મહાપ્રસાદ, રાત્રે ૯:૩૦ વાગ્યે રામા મંડળનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શાસ્ત્રી ભાવેશ અદાના આચાર્યપદે તા. ૧૨ના સવારે ૮ વાગ્યે શ્રી ૧૧ કુંડી મહાયજ્ઞનો પ્રારંભ, બપોરે ૧૨ વાગ્યે બટુક ભોજન, ૧ વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ, ૧:૩૦ વાગ્યે મહાઆરતી કરવામાં આવશે. હવનમાં બેસવા માટે રોકડીયા હનુમાન તથા ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરનો સંપર્ક કરવો. ગાદીપતિ કલ્પેશગીરી ગોસ્વામી તથા હરેશગીરી ગોસ્વામી દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial