Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરેડમાં સળીયા સાથે સીડી ચઢતા શ્રમિકને વીજ આંચકોઃ
જામનગર તા.૮ : જામનગરના બેડ ગામના એક પ્રૌઢને લીવરની બીમારી અને ઝેરી કમળો ભરખી ગયો છે. જ્યારે દરેડમાં એક ઔદ્યોગિક વિસ્તારમાં સળીયા સાથે સીડી ચઢી રહેલા શ્રમિકને વીજ આંચકો લાગતા તેઓનું મૃત્યુ થયું છે.
જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા બેડ ગામમાં ગૌશાળા વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા હરજીભાઈ ધરમશીભાઈ સોનગરા નામના સતવારા પ્રૌઢને લીવરની બીમારી થયા પછી ઝેરી કમળો થઈ ગયો હતો.
સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હરજીભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર મુકેશભાઈએ પોલીસને જાણ કરી છે. સિક્કા પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી છે.
જામનગરના દરેડ ગામમાં ખોડિયારનગર પાસે એક કારખાના નજીક વસવાટ કરતા મૂળ કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામના વતની મહેશભાઈ ઉર્ફે માલદેભાઈ રૂડાભાઈ ચૌહાણ (ઉ.વ.૪૫) નામના શ્રમિક ગઈ તા.૪ની સવારે દરેડ પાસે આવેલા ઉર્જા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં દ્વારકાધીશ નામના કારખાનામાં કામ કરતા હતા. આ વેળાએ લોખંડનો સળીયો લઈને કારખાનાની સીડી ચઢી રહેલા મહેશભાઈને સળીયો જીવંત વીજલાઈનને અડકી જતાં શોર્ટ લાગ્યો હતો. તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતકના ભાઈ વિજય ચૌહાણે પોલીસને વાકેફ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial