Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ-૨૦૨૧થી વહીવટીવડા હતાઃ ૧૦મી એપ્રિલે અંતિમ સંસ્કાર
આબુરોડ તા. ૮: બ્રહ્માકુમારીના પ્રમુખ રસજયોગિની દાદી રતનમોહિનીનું ૧૦૧ વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેઓએ અમદાવાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ વર્ષ-૨૦૨૧થી સંસ્થાના વહીવટી વડા હતાં.
બ્રહ્માકુમારીના પ્રમુખ રસજયોગિની દાદી રતનમોહિનીનું સોમવારે મોડી રાત્રે ૧:૨૦ વાગે નિધન થઇ ગયું છે. તેમણે ૧૦૧ વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે ઘણા સમયથી બિમાર હતા અને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમનો પાર્થિવ દેહ મંગળવારે સવારે રાજસ્થાનના આબુરોડમાં સ્થિત બ્રહ્માકુમારીઝના મુખ્યાલય શાંતિવનમાં રાખવામાં આવશે, જ્યાં તેમના અંતિમ દર્શન કરવામાં આવશે. ૧૦ એપ્રિલની સવારે ૧૦ વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
બ્રહ્માકુમારીઝના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને પુષ્ટિ કરવામાં આવી છે. ફેસબુક પર લખ્યું છે કે 'અમારી પરમ આદરણીય, મમતામયી માં સમાન રાજયોગિની દાદી રતન મોહિનીના અથક આધ્યાત્મિક સેવાના જીવન બાદ ૧૦૧ વર્ષની ઉંમરે ધીમે-ધીમે સૂક્ષ્મ લોકોમાં પ્રવેશ કર્યો છે. તેમની દિવ્ય ઉપસ્થિતિ અને શુદ્ધ કંપન આધ્યાત્મિક પથને રોશન કરતા રહેશે અને લાખો લોકોનું માર્ગદર્શન કરતા રહેશે. પ્રેમ, સાદગી અને ઉચ્ચ દ્વષ્ટિની તેમની વિરાસત અમારા દિલમાં હંમેશા જીવિત રહેશે. દાદાજી ૨૦૨૧થી બ્રહ્માકુમારીઝના વહિવટી વડા હતા.
દાદીનો જન્મ ૨૫ માર્ચ ૧૯૨૫ના રોજ હૈદરાબાદ, સિંધ (હાલના પાકિસ્તાન)માં થયો હતો. તેમનું નામ લક્ષ્મી હતું. માત્ર ૧૩ વર્ષની ઉંમરે તેઓ બ્રહ્મા કુમારી સંસ્થાના સંપર્કમાં આવ્યા. બાળપણથી જ આધ્યાત્મિકતામાં રસ ધરાવતા દાદીએ સંસ્થાની સ્થાપનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
દાદી રતનમોહિની તેમના જીવનના છેલ્લા દિવસો સુધી સક્રિય રહૃાા. તેઓ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન દરરોજ સવારે ૩.૩૦ વાગ્યે ઉઠતા અને રાત્રે ૧૦ વાગ્યા સુધી દૈવી સેવાઓમાં વ્યસ્ત રહેતા હતા. તેમણે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનો પ્રચાર કરવા માટે અનેક પદયાત્રાઓ કરી. ૧૯૮૫માં તેમણે ૧૩ ટ્રેકિંગ કર્યા અને ૨૦૦૬માં તેમણે ૩૧ હજાર કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી. કુલ મળીને તે ૭૦ હજાર કિલોમીટરથી વધુ ચાલ્યા હતાં.
સ્વ. રાજયોગિની દાદી રતનમોહિનીએ સંસ્થામાં આવતી બહેનોની તાલીમ અને નિમણૂકનો હવાલો પણ સંભાળ્યો. બ્રહ્મા કુમારી સંસ્થામાં સમર્પિત થતાં પહેલાં યુવાન બહેનોને દાદીના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવી હતી. આ પછી જ તેઓ *બ્રહ્મકુમારી* કહેવાતા હતાં. તેમણે દેશભરના ૪૬૦૦ સેવા કેન્દ્રોમાંથી ૪૬ હજારથી વધુ બહેનોને તાલીમ આપી. આ ઉપરાંત તે યુવા વિભાગના રાષ્ટ્રીય પ્રમુખ પણ રહી ચૂક્યા છે. દાદી ખાસ કરીને યુવાનોમાં માનવીય મૂલ્યો કેળવતા અને તેમને વધુ સારું જીવન જીવવા માટે પ્રેરણા આપતા. ડો. દાદી રતન મોહિનીજીના ૧૦૦ વર્ષ ૨૫ માર્ચ ૨૦૨૪ના પૂર્ણ થયા હતા. ત્યારે ૫ દિવસનો વૈશ્વિક શતાબ્દી મહોત્સવ આબુ શાંતિવન ખાતે યોજાયો હતો. જેમાં વિશ્વના ૭૦ દેશોના ૨૫૦૦૦ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ ભાગ લીધો હતો. સર્વ સેવા કાર્ય સાથે બ્રહ્માકુમારીનું નેતૃત્વ સંભાળી રહૃાા હતા, સતત આદિ સનાતન ધર્મની સ્થાપના વિશ્વ શાંતિ સદભાવ માટે નિસ્વાર્થ સેવા કરતા દાદીજીને અનેક વૈશ્વિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial