Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૮: શ્રી દેશળદેવ એજ્યુકશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (નવાગામ ઘેડ) દ્વારા તા. ૧૦-૪-ર૦રપને ગુવારના પ.પૂ. સંત શ્રી દેશળ ભગતની ૯૭મી નિર્વાણતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૯:૩૯ વાગ્યે પૂજા, ૧૦ વાગ્યે ધ્વજારોહણ, સાંજે પાંચ વાગ્યે અન્નકૂટ દર્શન તેમજ સાંજે ૭ વાગ્યે મહા આરતી યોજાશે. આ કાર્યક્રમ શ્રી દેશળદેવ હોલ, મધુવન સોસાયટી, નવાગામ ઘેડ, જામનગરમાં યોજાશે. તેમજ મહા પ્રસાદનું પણ સાંજે ૭:૩૦ કલાકથી તળપદા કોળી સમાજની વાડી, નવાગામ ઘેડ, જામનગરમાં આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગે જામનગર શહેરના હાપા, ગુલાબનગર, લાલવાડી, રાજપાર્ક સહિતના વિસ્તારોના રજપૂત ખવાસ સમાજને પધારવા માટે ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ડી. ચાવડા તેમજ તમામ ટ્રસ્ટી મંડળે આમંત્રણ પાઠવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial