Advertisement
Author: નોબત સમાચાર

ચીન પછી હવે યુરોપના ૨૭ દેશોએ ટ્રમ્પના ટેરિફ સામે બાયોં ચડાવી ??

વિશ્વમાં ટ્રેડવોર ફાટી નીકળવાના ભણકારા

નવીદિલ્હી તા. ૮: ચીન પછી હવે ટ્રમ્પ વિરૂદ્ધ ૨૭ દેશોના સમૂહે ધોકો પછાડયો છે. યુરોપીયન સંઘે ટેરિફ વોર છેડી ચૂકેલા વિરૂદ્ધ એક નવા જંગનું એલાન કર્યું છે. યુરોપીયન સંઘનો આ વળતો પ્રહાર છે. અમેરિકી સામાન પર ૨૫ ટકા ટેરિફ મુકવા પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેથી ટ્રેડવોર ફાટી નીકળવાની સંભાવના વધી ગઈ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે ટેરિફ વોર શરૂ કરી છે ત્યારબાદ સમગ્ર દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. પરંતુ દુનિયામાં કેટલાક દેશો એવા પણ છે જેમણે ટ્રમ્પને ટ્રમ્પની સ્ટાઈલમાં ટક્કર આપવાનો પ્લાન ઘડ્યો છે. ચીને અમેરિકાને આ મામલે અરીસો દેખાડ્યો અને હવે ૨૭ દેશોના ગ્રુપ એટલે કે યુરોપીયન યુનિયને પણ ટ્રમ્પ સામે ટક્કર લેવા માટે કમર કસી છે.

સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ ઈયુએ સોમવારે કેટલાક અમેરિકી સામાન પર ૨૫ ટકા જવાબી ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂકયો છે. એજન્સીએ દસ્તાવેજોના હવાલે જણાવ્યું છે કે કેટલાક સામાન પર ટેરિફ ૧૬મી મેથી પ્રભાવી થશે. જ્યારે કેટલાક અન્ય પર પણ આ વર્ષથી લાગૂ થશે. જેમાં હીરા, ઈંડા, ડેન્ટલ ફ્લોસ, પોલ્ટ્રી સહિત અનેક ચીજો સામેલ છે. એવા અહેવાલ છે કે સભ્ય દેશો તરફથી આપત્તિ જતાવ્યા બાદ આ લિસ્ટમાંથી કેટલીક વસ્તુઓ હટાવવામાં આવી છે. બદામ અને સોયાબીન પર ટેરિફ ડિસેમ્બરથી શરૂ થશે. ઈયુના વેપાર પ્રમુખ મારોસ સેફકોવિકે સોમવારે કહૃાું કે આ જવાબી ટેરિફ પહેલા જાહેર ૨૬ બિલિયન યુરો (૨૮.૪૫ બિલિયન ડોલર) ની સરખામણીમાં ઓછી અસર પાડશે. માર્ચમાં તૈયાર કરાયેલી શરૂઆતની લિસ્ટમાંથી બોરબન, વાઈન અને ડેરી ઉત્પાદનોને હટાવવામાં આવ્યા છે.

આ પહેલાં ઈયુએ બોરબન પર ૫૦% ટેરિફનો પ્લાન ઘડ્યો હતો. ત્યારબાદ ટ્રમ્પે ઈયુના દારૂ પર ૨૦૦% ટેરિફની ધમકી આપી હતી. આ ધમકીથી ફ્રાન્સ અને ઈટલી ખાસ ચિંતિત હતા. કારણ કે તેમની વાઈન ઈન્ડસ્ટ્રી ખુબ મોટી છે. આ ઉપરાંત ઈયુએ ૧ એપ્રિલથી સ્ટીલ પર રહેલા સુરક્ષા નિયમોને કડકા કર્યા. જેનાથી આયાત ૧૫% ઘટી ગઈ. ઈયુ હવે એલ્યુમિનિયમ માટે આયાત કોટા પર વિચાર કરી રહૃાું છે. આ પ્રસ્તાવ પર ઈયુના સભ્ય દેશો ૯ એપ્રિલે મતદાન કરશે.

આ પગલું ટ્રમ્પના સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફ વિરુદ્ધ ઈયુની રણનીતિનો ભાગ છે. લોકો તેને ભયંકર ટ્રેડવોરની નવી કડી ગણી રહૃાા છે. સોશિયલ મીડિયા પર કેટલાક કહે છે કે અમેરિકાએ શરૂ કર્યું, હવે યુરોપ જવાબ આપી રહૃાું છે. તો કેટલાક મજાકમાં કહે છે કે ડેન્ટલ ફ્લોસ સુદ્ધા ન છોડ્યાં. હવે જોવાનું એ રહેશે કે આગળ શું થાય છે. પરંતુ હાલ બંન તરફથી ટેરિફની જંગ તેજ થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh