Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ ના અમલીકરણનો નિર્ણયઃ
જામનગર તા. ૮: જામનગર મહાનગર પાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ વિકાસ કામો માટે રૂ.૬ કરોડ ૮૨ લાખના ખર્ચની દરખાસ્ત અને રૂ.૨૨ લાખ ૮૦ હજારની આવકની દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ ૧૨ સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ડે.કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જી. ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશનર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.
જામનગર મહાનગર પાલિકાની ભૂગર્ભ ગટર શાખાના બિનવપરાશી (રદી) સ્ક્રેપ વાહનોનું ઈ-ઓકશનથી વેચાણ કરવાના કામની દરખાસ્ત મંજુર કરવામા આવી હતી. જેમાં રૂ. ૨૨,૮૦,૦૦૦ ની આવક થશે.
વોટરવર્કસ શાખાના અનેક ખર્ચ મંજૂર કરાયા હતા જેમ ગુલાબનગર ઝોન વિસ્તારમા સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આ૨.સી.સી. / બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના બે વર્ષના ખર્ચ અંગે સૈદ્ધાંતિક સ્વીકાર કરી પ્રથમ વર્ષનું ખર્ચ રૂ. ૧૩.૨૭ લાખ મંજુર કરાયું હતું.
રવિપાર્ક ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./ બિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના બે વર્ષના ખર્ચ અંગે સૈદ્ધાંતિક સ્વીકાર કરી પ્રથમ વર્ષનું ખર્ચ રૂ. ૮.૯૮ લાખ મંજુર કરવામાં આવ્યું છે.
સોલેરિયમ ઝોન વિસ્તારમા સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./ બિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના બે વર્ષ ના ખર્ચ અંગે સૈદ્ધાંતિક સ્વીકાર પ્રથમ વર્ષનું ખર્ચ રૂ. ૧૩.૯૭ લાખ મંજૂર કરાયું હતું રણજિતનગર ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./ બિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ માટે બે વર્ષના ખર્ચ અંગે સૈદ્ધાંતિક સ્વીકાર કરી પ્રથમ વર્ષ નું ખર્ચ રૂ. ૧૦.૪૦ લાખ મંજુર કરાયું છે. ગોકુલનગર ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ટનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./ બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ અંગે બે વર્ષના ખર્ચ અંગે સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યા પછી પ્રથમ વર્ષનું ખર્ચ રૂ. ૯.૯૭ લાખ મંજુર કરાયું છે. પવનચકકી ઝોન વિસ્તાર માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./ બિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ બે વર્ષના ખર્ચ અંગે સૈદ્ધાંતિક સ્વીકાર પ્રથમ વર્ષનું ખર્ચ રૂ. ૧૩.૦૮ લાખ મંજુર કરાયું છે. જામનું ડેરૂ અને પાબારી ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./ બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ અંગે બે વર્ષના ખર્ચ અંગે સૈદ્ધાંતિક સ્વીકાર પ્રથમ વર્ષનું ખર્ચ રૂ. ૧૫.૭૮ લાખ અને શંકર ટેકરી ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./ બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવા કામ અંગે રૂ. ૩.૩૫ લાખના ખર્ચને મંજૂર કરાયો હતો.
શહેરમાં આવેલ નવી વિકિસત સોસાયટીઓમાં તેમના દ્વારા રાખેલ સફાઈ કામદારો માટે સોસાયટીઓને ચુકવવાનું થતું ખર્ચ અંગે રૂ. ૨૨૫.૩૬ લાખ , સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં.૨) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોક-ભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/ સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામનું ટેન્ડર તથા ખર્ચ માટે રૂ. ૧૦૦ લાખ, આંતરમાળખાકીય સુવિધાની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં.૧૧ લાલવાડી વિસ્તાર સંસ્કાર ધામ સોસાયટી, સિતવન સોસાયટી, ગીરીજ સોસાયટી શેરી નં.૪ મહાપ્રભુજીની બેઠક પાછળ શ્રીજી સોસાયટી તથા વૃજ વલ્લભ સોસાયટીની આંતરિક શેરી ઓ માં સી.સી. રોડના કામ નું ટેન્ડર તથા ખર્ચ માટે રૂ. ૨૦૭.૧૮ લાખનો ખર્ચ માન્ય રખાયો હતો. જામનગર મહાનગર સેવા સદનની વોટર વર્કસ શાખા તથા આરોગ્ય શાખા માટે બ્લીચીંગ પાઉડર તથા જંતુનાશક દવા આઈટમ ખરીદ કરવા માટે રૂ. ૩૦ લાખ.નું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગર સેવા સદનની જુદી-જુદી શાખાઓ માટે ઝેરોક્ષ કામ કરવા સને ૨૦૨૫-૨૬ માટે વાર્ષિક આ૨.સી. મંજુર થવા ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ. ૧૦ લાખ અને જામનગર મહાનગર સેવાસદનની જુદી-જુદી શાખાઓ માટે કોમ્યુટર સ્ટેશનરી તથા કન્ઝયુમેબલ આઈટમ ખરીદ કરવા સને ૨૦૨૫-૨૬ માટે વાર્ષિક ખર્ચ રૂ. ૨૦ લાખનો માન્ય રખાયો હતો.
ઉપરાંત ચેર ઉપરથી ત્રણ દરખાસ્તો રજૂ કરવાંમાં આવી હતી. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ની અમલવારી જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં કરવા ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરાયું હતું. જામનગર શહેરમાંથી પસાર થતી રંગમતી નદીના રીવર રીજુવનેશન બાબતે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી અને સ્વામીનારાયણ મંદિર ને તા.૧-૫-૨૦૨૫ થી તા.૪-૫-૨૦૨૫ સુધી સત્સંગ પારાયણ માટે શ્રીજી હોલની બાજુમાં ઓશવાળ-૩ સોસાયટી પાસે આવેલ મનપાનું ગ્રાઉન્ડ ભાડે.થી આપવાનું મંજુર કરવામાં આવ્યું હતું. આમ આજની બેઠકમાં કુલ રૂ. ૬ કરોડ ૮૨ લાખ ખર્ચ અને રૂ.૨૨ લાખ ૮૦ હજારની આવકની દરખાસ્તો મંજૂર કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial