Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે કાર્યક્રમમાં ૧૦૮ દેશો ભાગ લેશેઃ
રાજકોટ તા. ૮: જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા આવતીકાલે આયોજિત વર્લ્ડ નવકાર દિવસનું રાજકોટના આંગણે સૌરાષ્ટ્ર જીતો ચેરમેન રાજકોટના હેમલભાઈ શાહે આયોજનની જાણકારી આપી છે, તે મુજબ ૯ એપ્રિલ એટલે નવકાર દિવસના રૂપમાં પ્રસ્થાપિત થાય એવા શુભ આશયથી દુનિયાભરના લગભગ ૧૦૮ દેશો આ કાર્યક્રમમાં ભાગ લેવાના હોય જેનો મુખ્ય ઉદ્ેશ દુનિયામાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સકારાત્મકતા તથા તમામ જીવોને શાતા ઉપજે એવો છે.
શ્રી નવકાર મંત્ર આધ્યાત્મિક વિકાસ અને આત્મ-જાગૃતિને પ્રોત્સાહન આપે છે તેવું માનવામાં આવે છે. પોતાને અને બ્રહ્માંડ ઉંડી સમાજ મેળવવા માંગતા લોકો માટે તે એક શકિતશાળી મંત્ર છે. મંત્રના સ્પંદનો સકારાત્મક ઉર્જા આકર્ષે છે અને સુખાકારીને પ્રોત્સાહન આપે છે.
આ કાર્યક્રમ રાજકોટના આંગણે હેમુ ગઢવી હોલ (ટાગોર રોડ)માં તા. ૯ એપ્રિલ, ૨૦૨૫ના સવારે ૮-૦૧ થી ૮-૪૮ વાગ્યે યોજવાનો છે જેમાં જૈનોના તમામ ફીરકાઓ સાથે જોડાય એક સાથે, એક સુરમાં, સંગઠિત થઈ પવિત્ર નવકાર મંત્રના જાપ કરવાના હોય એ આહલાદક અનુભવ છે. આકર્ષક ઈનામ સાથેનો લકી ડ્રો પણ રાખેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial