Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લિટરદીઠ રૂ. ૨ની સ્પે. એડિશનલ એકસાઈઝ ડ્યુટી વધારવાથી
નવી દિલ્હી તા. ૮: પેટ્રોલ-ડીઝલ પર ટેકસ વધારવાથી તિજોરીમાં ૩૨,૦૦૦ કરોડ આવશે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એસએઈડીમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે. સરકારનું કહેવું છે કે આ વધારાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કોઈ અસર થશે નહીં.
સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એસએઈડી એટલે કે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. પ્રતિ લિટર ૨ રૂપિયાનો વધારો થયો છે. આ ફેરફાર મંગળવારથી અમલમાં આવશે. આ વધારાથી દર વર્ષે સરકારી તિજોરીમાં આશરે ૩૨,૦૦૦ કરોડ રૂપિયા આવવાનો માર્ગ મોકળો થશે. જોકે, સરકારનું કહેવું છે કે એક્સાઇઝ ડ્યુટીમાં વધારાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કોઈ અસર થશે નહીં.
બીઈડી એટલે કે બેઝિક એક્સાઇઝ ડ્યુટીના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એસએઈડી તરફથી મળેલા નાણાં કરના વિભાજ્ય પૂલનો ભાગ નથી. એનો અર્થ એ કે આમાંથી એક પૈસો પણ રાજ્યોને જશે નહીં. સરકારે પેટ્રોલ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ૧૧ રૂપિયા પ્રતિ લિટરથી વધારીને ૧૩ રૂપિયા કરી દીધી છે. એ જ રીતે, ડીઝલ પરનો આ ચાર્જ ૮ રૂપિયાથી વધારીને ૧૦ રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. સરકારનો આ આદેશ મંગળવારથી અમલમાં આવશે.દેશમાં દર વર્ષે લગભગ ૧૬,૦૦૦ કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલનો વપરાશ થાય છે. તેથી, એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર ૨ રૂપિયાનો વધારો સરકારને ૩૨,૦૦૦ કરોડ રૂપિયા સુધીનો ફાયદો કરાવી શકે છે.
સરકાર માને છે કે આ વધારાથી સરકારી તિજોરીને ઘણી મદદ મળશે. જોકે, કરમાં કોઈપણ ફેરફાર સામાન્ય રીતે ગ્રાહકોને અસર કરે છે. પરંતુ, આ વખતે સરકારે કહૃાું છે કે એક્સાઇઝ ડ્યુટીમાં વધારાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કોઈ અસર થશે નહીં. આનો અર્થ એ થયો કે સામાન્ય માણસને પેટ્રોલ અને ડીઝલ માટે વધુ પૈસા ચૂકવવા પડશે નહીં. હવે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ પર લાદવામાં આવતા કરનો કુલ બોજ પ્રતિ લિટર ૧૯.૯ રૂપિયાથી વધીને ૨૧.૯ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.
આમાં પ્રતિ લિટર રૂ.૧.૪૦ બેઝિક એક્સાઇઝ ડ્યુટી, રૂ.૧૩ સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી, રૂ. ૨.૫૦ એગ્રીકલ્ચર સેસ અને રૂ.૫ રોડ અને ઇન્ફ્રા-સ્ટ્રક્ચર સેસનો સમાવેશ થાય છે. તેવી જ રીતે, ડીઝલ પર કેન્દ્ર સરકારના કરનો કુલ બોજ પ્રતિ લિટર રૂ.૧૫.૮૦ થી વધીને રૂ.૧૭.૮૦ થયો છે. આમાં પ્રતિ લિટર રૂ. ૧.૮૦ બેઝિક એક્સાઇઝ ડ્યુટી, રૂ.૧૦ સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી, રૂ.૪ એગ્રી સેસ અને રૂ.૨ રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસનો સમાવેશ થાય છે. ડીઝલ પર પણ અનેક પ્રકારના કર વસૂલવામાં આવે છે. આનાથી તેની કિંમત વધે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial