Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવ્યો હતોઃ
જામનગર તા.૮ : જામનગર-કાલાવડ રોડ પર વિજરખી પાસે રવિવારે સાંજે એક બાઈકને મોટરે ઠોકર મારતા બાઈકચાલકનંુ મૃત્યુ થયું હતું. આ બનાવ અકસ્માતનો નહી પરંતુ હત્યાનો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યા પછી પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પરથી મૃતકના પત્ની અને તેના પ્રેમીની આજે વિધિવત ધરપકડ કરી છે.
જામનગર-કાલાવડ રોડ પર આવેલા વિજરખી ગામ પાસે રવિવારે સાડા ચારેક વાગ્યે જીજે-૨૭-ડીજે ૯૩૧૦ નંબરના બુલેટ મોટરસાયકલ પાછળ જીજે-૨૦-એક્યુ ૮૨૬૨ નંબરની જીપ કંપનીની કંપાસ મોટર ટકરાઈ પડી હતી અને ગંભીર ઈજા પામેલા બાઈક ચાલક રવિભાઈ ધીરજલાલ મારકણા નામના કાલાવડના યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ સામાન્ય અકસ્માતનો નહીં પરંતુ હત્યાનો હોવાની આશંકા ઉભી થતાં પોલીસે હાથ ધરેલી તપાસમાં પૂર્વયોજિત રીતે કાવતરૂ રચી બુલેટચાલક રવિભાઈને મોતને ઘાટ ઉતારી દેવાયાનો ઘટસ્ફોટ થયો હતો. આ યુવાનના પત્ની રીંકલબેન અને તેના પ્રેમી અક્ષય છગનભાઈ ડાંગરીયાએ કાંટો કાઢી નાખવા માટે આખો બનાવ ઉભો કર્યાનું ખૂલ્યું હતું.
આ કિસ્સાની તપાસ ગ્રામ્ય ડીવાયએસપી આરબી દેવધાના વડપણ હેઠળ પીઆઈ એમ.એન. શેખ તથા સ્ટાફે મૃતકના પિતાની ફરિયાદ પરથી હાથ ધરી હતી. જેમાં આજે આરોપી અક્ષય ડાંગરીયા તથા રીંકલબેન મારકણાની ધરપકડ કરવામાં આવી છે. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. શેખ તથા સ્ટાફે પૂછપરછ શરૂ કરી છે. બંને આરોપીને રીકન્સ્ટ્રક્શન માટે પોલીસ સ્થળ પર લઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial