Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેન્ટ્રલ બોર્ડ તથા ગુજરાત બોર્ડની ટીમો દ્વારા
ખંભાળિયા તા. ૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સેન્ટ્રલ વોર્ડ તથા ગુજરાત બોર્ડની ટીમો દ્વારા ડમી સ્કૂલો શોધવા માટે ખાસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં કેન્દ્ર તથા ગુજરાત બોર્ડની મંજુરી વગર કે મંજુરી કયાંક હોય અને કયાંક ચાલતી હોય તેવી સ્કૂલો અંગે ફરિયાદો થતાં કેન્દ્ર તથા રાજ્ય કક્ષાએ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
જયારે વ્યાપક ફરિયાદો થત્ત્યારે જ કેન્દ્ર તથા રાજય દ્વારા આવી ટીમો મોકલાય છે. આ બાબતે વોર્ડના એક પૂર્વ સદસ્યએ જણાવેલ કે વારંવાર ફરિયાદો તથા તપાસ થાય છે. પણ કોઈ ડમી સ્કૂલ પકડાઈ નથી કે તેનો રીપોર્ટ પણ થયો નથી સત્તાધીશો અને ડમી સ્કૂલના સંચાલકોની કહેવાતી સાંઠગાંઠ આની પાછળ કારણભૂત હોય તો નવાઈ નહીં !!
ઉલ્લેખનિય છે કે, ૨૦૧૪-૧૫ માં દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ રાજકોટથી કેટલીક સંસ્થા દ્વારા ડમી સ્કૂલ માટે તજવીજ થઈ હતી તથા બે માસ ચાલુ થઈ હતી પણ તત્કાલીન જિલ્લા શિક્ષણાધિકારી પી.એન. દવે દ્વારા કડક કાર્યવાહી કરીને આ બંધ કરાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial