Advertisement
Author: નોબત સમાચાર

મંગળવારે શેરબજારમાં સુધારોઃ સેન્સેકસમાં ૧૬૪૦ પોઈન્ટનો ઉછાળો

ટ્રમ્પ ટેરિફનો 'હાઉ' હળવો થતા

મુંબઈ તા.૮: ગઈકાલે ભારે કડાકા પછી આજે શેર માર્કેટમાં પ્રારંભે જ સુધારો જોવા મળી રહ્યો છે. અને સેન્સેકસમાં ૧૬૪૦ અંકનો ઉછાળો આવ્યો હતો.

ભારતીય શેર બજાર મંગળવારે ટ્રમ્પના ટેરિફના ડરથી બહાર આવતું જોવા મળી રહૃાું છે. સોમવારે ભાડે કડાકા બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શેરવાળું સેન્સેક્સ માર્કેટ ખુલતાં જ ૧૬૪૦ અંક ઉછાળો થયો હતો. જોકે, નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં પણ ૫૦૬ અંકનો જોરદાર વધારા સાથે શરૂઆત થઈ હતી.

જાપાન અને હોંગકોંગના શેર બજારોમાં તોફાની તેજી જોવા મળી હતી. વળી, ગીફટ નીફટીની શરૂઆતી કારોબારમાં લગભગ ૪૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જાપાનના નિક્કેઈમાં ૭% નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો.હોંગકોંગ હેંગસેંગ ઈન્ડેકસ પણ લગભગ ૩% ના વધારા સાથે ટ્રેડ થઈ રહૃાો હતો.

ભારતીય શેર માર્કેટમાં ગઈકાલે (સોમવારે) જોરદાર કડાકો થયો હતો. માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી ધરાશાયી થઈ ગયા હતાં. બીએસઈનો સેન્સેક્સ ૭૧,૪૪૯ પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ ૭૫,૩૬૪.૬૯  થી નીચે ગયો અને ટૂંક સમયમાં ૭૧,૪૨૫ ના સ્તરે આવી ગયો. જોકે અંતમાં થોડી રિકવરી જોવા મળી, છતાં બીએસઈ સેન્સેક્સ ૨૨૨૬.૭૯ પોઈન્ટ અથવા ૨.૯૫ ટકા ઘટીને ૭૩,૧૩૭.૯૦ પર બંધ થયો હતો.

સેન્સેક્સની જેમ, નિફ્ટી પણ ટ્રેડિંગ દિવસે ૨૧,૭૫૮ પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ ૨૨,૯૦૪ થી નીચે હતો. દિવસ દરમિયાન તે લગભગ ૧,૦૦૦ પોઈન્ટ ઘટીને ૨૧,૭૪૩ પર પહોંચ્યો. અંતે, એનએસઈ નિફ્ટીએ પણ થોડો સુધારો દર્શાવ્યો અને ૭૪૨.૮૫ પોઈન્ટ અથવા ૩.૨૪ ટકાના ઘટાડા સાથે ૨૨,૧૬૧.૬૦ ના સ્તરે બંધ થયો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh