Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમાજના નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થઈ
જામનગર તા. ૮: જામનગરમાં શ્રી સોરઠીયા વાણંદ સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રિ (આઠમ) નિમિત્તે સમૂહ ભોજન પ્રસાદી કાર્યક્રમ યોજાયો હતો. તે દરમિયાન સોરઠીયા વાણંદ સમાજ જામનગરના નવા પ્રમુખ પદે સાગરભાઈ જગતીયા તેમજ ઉપપ્રમુખ પદે સંજયભાઈ મર્દનિયાની વરણી કરાઈ હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સોરઠીયા વાણંદ સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે ચૈત્રી આઠમના દિવસે બેડી બંદર રીંગ રોડ ઉપર યાદવ નગરમાં આવેલ શ્રી સોરઠીયા વાણંદ સમાજની વાડીમાં લીંમ્બોચ ભવાની માતાજી તેમજ શેનજી મહારાજના પ્રસાદરૂપે સમૂહ જ્ઞાતિ ભોજન કાર્યક્રમ યોજાયો હતો આ ધાર્મિક કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ જ્ઞાતિજનો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા,તેમજ સર્વાનુમતે સોરઠીયા વાણંદ સમાજ જામનગરના નવા પ્રમુખ સાગરભાઇ કમલેશભાઇ જગતીયા તેમજ ઉપપ્રમુખ તરીકે સંજયભાઇ ભીખાભાઇ મર્દનીયાની વરણી થતા સમાજમાં ખુશીની લહેર જોવા મળી અને શુભેરછાઓ પાઠવી હતી. નવ નિયુક્ત થયેલા પ્રમુખ, ઉપપ્રમુખને જામનગરના સાંસદ સભ્ય પૂનમબેન માડમ દ્વારા શુભેરછા સંદેશો પાઠવવામાં આવ્યો, તેમજ જામનગર-૭૯ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, વોર્ડ નં.૬ના કોર્પોરેટરો જશુબા ઝાલા, રાહુલભાઈ બોરીચા, બાબુભાઈ ચાવડા, વોર્ડ નં. ૬ ના પ્રમુખ નરેશભાઇ પરમાર સહિતના અગ્રણીઓ સોરઠીયા વાણંદ સમાજ વાડી ખાતે પહોંચી શુભેરછાઓ પાઠવી હતી, ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શ્રી સોરઠીયા વાણંદ સમાજ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી સોરઠીયા વાણંદ સમાજના અગ્રણી પૂર્વ પ્રમુખ નાથાભાઇ રાઠોડ, પૂર્વ ઉપપ્રમુખ કેશુભાઇ રાઠોડ, સમાજના અગ્રણી નરશીભાઈ ગોહિલ, ધીરૂભાઇ જગતિયા, શાંતિભાઇ જગતિયા, લખુભાઇ રાઠોડ, તેમજ સોરઠીયા વાણંદ યુવક ગ્રુપના દરેક સભ્યો ઉપસ્થિત રહૃાા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુળજીભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું, નવ નિયુક્ત થયેલા હોદ્દેદારોને સમાજના અગ્રણીઓ તેમજ કાર્યકર ભાઈઓએ અભિનંદન પાઠવી સમાજને નવી રાહે દોરવા તેમજ સમાજના દરેક કાર્યોને વેગ મળે તે માટે પ્રમુખ, ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા હતાં. આ તકે પ્રમુખ સાગરભાઈ તેમજ ઉપપ્રમુખે સંજયભાઈ એ પણ સમાજના વિકાસ લક્ષી કાર્યો ને વેગ મળી રહશે તેમજ બાળકોમાં જરૂરી શિક્ષણ અને સમાજના યુવાનોને વ્યશનથી મુક્તિ અને સમાજના વિવિધ પેન્ડિંગ કાર્યોને આગળ ધપાવવા તેમજ નવી દિશામાં ધ્યાન દોરી તમામ કામોને સફળતા આપવાની પૂર્ણ ખાત્રી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial