Advertisement
Author: નોબત સમાચાર

ડો. અમિષ સંઘવીને જટિલ ઓપરેશનમાં સફળતા

રાજકોટની શિવ હોસ્પિટલના સિનિયર સ્પાઈન સર્જન

રાજકોટ તા. પઃ વિજયભાઈ મકવાણા (ઉ.વ. રર) નામના દર્દી બે વર્ષ પહેલા કમરના છેલ્લા મણકામાં કેન્સર હોવાથી રાજકોટની ખ્યાતનામ કોર્પોરેટ હોસ્પિટલ અને ત્યારપછી અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં ઓપરેશન કરાવેલ હતું. જેમાં કેન્સર કાઢી કરોડરજ્જુ અને બન્ને થાપા વચ્ચેનું હાડકું કાઢી નાખેલ હોવાથી તે બેસી કે ચાલી શકતો ન હતો અને પગમાં પેરાલીસીસ પણ થઈ ગયેલ હતું. આ ગેપ ૧૦ બાય ૧૦ સેન્ટીમીટરથી પણ મોટો હોવાથી તેમાંથી આંતરડા ખસીને પીઠમાં ચડી ગયેલ હતાં, જ્યારે આ દર્દીએ માત્ર સૌરાષ્ટ્ર જ નહિં પણ ગુજરાતભરના અનેક ડોક્ટરોને બતાવ્યું છતાં તેનું ઓપરેશન શક્ય નથી તેવો જવાબ મળતા દર્દી હતાશ થઈ ગયો હતો.

તેમણે શિવ હોસ્પિટલના સિનિયર ખ્યાતનામ સ્પાઈન સર્જન ડો. અમિષ સંઘવીનો જ્યારે સંપર્ક થયો ત્યારે ડો. અમિષ સંઘવીએ તેમને હિંમત આપી કે ઓપરેશન શક્ય છે, પરંતુ ખૂબ જોખમી હોવાનું જણાવેલ હતું.

શિવ હોસ્પિટલમાં મણકા અને કરોડરજ્જુ સર્જરી (સ્પાઈન સર્જરી) ઉપરાંત એક્સિડન્ટ અને ઈમરજન્સી અદ્યતન ટ્રોમાં કેર યુનિટ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, આથ્રોંસ્કોપી તથા સ્પોર્ટસ મેડિસીન, પિડિયાટ્રિક ઓર્થો. સર્જરી, ઓર્થોપેડિક ઓન્કોલોજી, પગના પંજા તથા ઘૂંટીની સારવાર, ઔદ્યોગિક અકસ્માતોની સારવાર,હાથની ઈજાઓની સારવાર, પેલ્વીએસીટાબ્યુલર સર્જરી, વાસ્ક્યુલર સર્જરી, ફિઝિશ્યન અને ક્રિટિકલ કેર, ન્યુરો સર્જરી અને ન્યુરોલોજી, જનરલ સર્જરી, કસરત વિભાગ, ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ સર્જરી, લેપ્રોસ્કોપિક સર્જરી, મેક્સિલોફેસિયલ સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, સંધિવાનો વિભાગ અને ફેફસાના રોગોની સારવાર વિભાગ ઉપલબ્ધ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh