Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીના નિર્ણયને સાંસદ પૂનમબેન માડમે આવકાર્યાે:
જામનગર તા. ૮: કેન્દ્રીય પરિવહન મંત્રી નિતીન ગડકરીએ હાલારના જામનગર જિલ્લો, તથા દેવભૂમિ દ્વારકા જિલ્લો ઉપરાંત પોરબંદર જિલ્લો એમ ત્રણ જિલ્લાને સાંકળતા ૧૧૯.૫૦ કિ.મી. નવા રોડના નિર્માણ માટે રૂ. ૧૨૭૧.૦૨ કરોડની રકમ મંજુર કરી છે.
જેમાં પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઈ-વે ૧પ૧ કે ના સમગ્ર ૧૧૯.પ૦ કિ.મી.ના પોરબંદર-ભાણવડ-જામનગર-કાલાવડ સેક્શનને પેઈડ શોલ્ડર સાથે ટુ-લેનમાં અપગ્રેડ કરવામાં આવશે.
પોરબંદર પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧પ૧ કે સાથે તેમના જોડાણની શરઆત થાય છે અને કાલાવડ-જામજોધપુરને જોડે છે. તેમજ કાલાવડ પાસે રાજ્ય ધોરીમાર્ગ ૯ર૭ ડી સાથે તેના જંકશન પર પૂર્ણ થાય છે.
નેશનલ હાઈ-વે ૧પ૧ કે ત્રણ મહત્વના સ્ટેટ હાઈ-વે જેમાં પોરબંદર-જામનગર-ખંભાળીયા (એનએચ-૯ર૭ કે), જુનાગઢ-જામનગર (એનએચ-૯ર૭ ડી) તથા રાજકોટ-પોરબંદર (એનએચ-ર૭) વચ્ચે જોડાણના સ્વરૂપમાં કાર્યકરે છે.
હાલારના બન્ને જિલ્લાને આ નવા રોડની મંજુરી અંગે હાલારના સાંસદ સભ્ય પૂનમબેન માડમે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી તથા કેન્દ્ર સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial