Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારી સાઈટ સમસ્યા સર્જાઈ
જામનગર તા. ૮: જામનગરમાં ફોર વ્હીલના લાયસન્સ કઢાવવા માટે જરૂરી ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવવા અરજદારો હેરાન, પરેશાન થઈ રહ્યા છે. ઉપરથી તકલીફ છે તેવો માત્ર છાપેલ જવાબ મળી રહે છે. આરટીઓ કચેરીમાંથી લાયસન્સ મેળવવા માટે લાંબી પ્રક્રિયા કરવી પડે છે. સૌ પ્રથમ તો ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવવાની રહે છે. જે માટે ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી છે. કારણ કે સવારે ૮ વાગ્યે આર.ટી.ઓ.ની સાઈટે ખુલ્લે તે સાથે ૭૦ થી ૭પ અરજદારને એપોઈન્ટમેન્ટ મળે ત્યાં જ ક્વોટા પૂર્ણ થઈ જાય છે. અને અન્ય કોઈ અરજદારને એપોઈન્ટમેન્ટ મળતી નથી. તથા સાઈટ બંધ થઈ જાય છે. એક અંદાજ મુજબ છેલ્લા ચાર-છ માસથી આ સમસ્યા ઉદ્દભવતા આજે આશરે એકાદ હજાર અરજદારો એપોઈન્ટમેન્ટ મળે તેની રાહમાં છે.
આ બાબતે જામનગરમાં આરટીઓ કચેરીમાં ફરિયાદ કરવામાં આવે તો ઉપરથી સમસ્યા છે અમો કાંઈ જ કરી શકીએ નહીં તેવો છાપેલ જવાબ મળે છે.
મળતી માહિતી મુજબ દરરોજ ૩૦૦ થી ૪૦૦ લોકો ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવવા પ્રયત્ન કરે છે. પરંતુ તેમાંથી ૭૦ થી ૭પ લોકોને જ એપોઈન્ટમેન્ટ મળે છે તેવું શા માટે. હકિકતે આરટીઓની સાઈટ ર૪ કલાક ખુલ્લી રહેવી જોઈએ અને અરજદારને આજે નહીં તો કાલે, અથવા તે પછીના દિવસે પણ એપોઈન્ટમેન્ટ મળવી જોઈએ તેનાં બદલે મિનિટોમાં સાઈટ બંધ થઈ જાય તે યોગ્ય નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial