Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્ટેટ જીએસટીની મોબાઈલ સ્ક્વોડ ત્રાટકીઃ
અમદાવાદ તા. રઃ અમદાવાદમાંથી જરૂરી દસ્તાવેજો વિના પરિવહન કરાઈ રહેલી ૧ર૦ કિલો ચાંદી, ૭૦૦ ગ્રામ સોનું, ૩ કિલો કિંમતી પથ્થરો ઝડપાયા છે. આ અંગેે ઊંડી તપાસ હાથ ધરાઈ છે.
ગુજરાત રાજ્ય વેરા ખાતાની મોબાઈલ સ્કોડ ટીમે અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી કરતા યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલા કરોડો રૂપિયાના કિંમતી માલસમાનને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર મોબાઈલ સ્કોડ ટીમે અમદાવાદ ખાતા હેઠળની વિશષ ચકાસણી દરમિયાન આશરે ૧ર૦ કિલો ચાંદી, ૭૦૦ ગ્રામ સોનું તેમજ ૩ કિલો જેટલા કિંમતી પથ્થરોનો જથ્થો કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં માલસામાનના પરિવહન માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે.
ઝડપાયેલા તમામ માલસામાનની કુલ અંદાજિત કિંમત રૂ।. ૪.રપ કરોડ જેટલી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ કાર્યવાહી રાજ્ય વેરા વિભાગના ઈતિહાસમાં સૌથી મોટી કાર્યવાહીઓમાંથી એક ગણાઈ રહી છે.
અધિકારીઓ દ્વારા માલસામાન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. માલના સ્ત્રોત, ગંતવ્ય સ્થળ અને સંભવિત કરચોરીના એંગલથી પણ તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ વેપાર વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. રાજ્ય વેરા ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કરચોરી અને ગેરકાયદેસર માલ પરિવહન સામે આવી પ્રકારની ઝુંબેશ આગામી સમયમાં પણ વધુ કડક બનાવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial