Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ, લાલપુર પંથકમાં પવનચક્કીમાંથી કોપર કેબલ ચોરનાર ત્રણ શખ્સની અટકાયત

રૂ।.પોણા બે લાખનો મુદ્દામાલ કબજે કરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨ઃ કાલાવડ તથા લાલપુર પંથકમાં આવેલી પવનચક્કીઓના ટાવરમાંથી અર્થિંગ કોપર કેબલની ચોરી થયાના બે ગુન્હા પોલીસમાં નોંધાયા પછી તપાસમાં જોડાયેલી એલસીબીએ દિગ્વિજય પ્લોટ-૪૯માંથી એક શખ્સ અને તેના બે સાગરિતને ૧૪૬ મીટર ચોરાઉ કેબલ સહિત રૂ।.૧,૭૭,૬૬૦ના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. વધુ બે શખ્સના નામ ઓકાવાયા છે.

કાલાવડના ગ્રામ્ય પંથક ઉપરાંત લાલપુર પંથકમાં આવેલી કેટલીક પવનચક્કીના ટાવરમાં ફીટ કરવામાં આવેલા ટ્રાન્સફોર્મરના અર્થિંગ માટેના કોપર કેબલની ચોરીના ગુન્હા કાલાવડ ગ્રામ્ય તથા લાલપુર પોલીસ મથકમાં નોંધાયા પછી ચાલી રહેલી તપાસમાં એલસીબી ટીમ પણ જોડાઈ હતી.

તે દરમિયાન સ્ટાફના ક્રિપાલસિંહ, અજય વિરડા, ભયપાલસિંહ, સુમિત શિયારને મળેલી બાતમી અંગે પીઆઈ વી.બી. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા સ્ટાફે દિગ્વિજય પ્લોટ-૪૯માં ભરત હરસુખભાઈ ચૌહાણ નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ૧૪૬ બોટલ કોપર વાયર મળી આવ્યો હતો. એલસીબીએ વાયર, બે બાઈક, ત્રણ મોબાઈલ મળી રૂ।.૧,૭૭,૬૬૦નો મુદ્દામાલ કબજે કરી ભરત ચૌહાણની પૂછપરછ કરતા તેણે હાજી આદમ ખફી, ઈરફાન અબ્બાસ ખફી સાથે મળી કોપર વાયરની ચોરી કર્યાની કબૂલાત આપી છે.

આ શખ્સે ભાણજી ઉર્ફે ભરત ભાનુશાળી તથા હરેશ ભાનુશાળીના પણ નામ આપ્યા છે. ઝડપાયેલા આરોપી ભરત ચૌહાણ સામે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં બે તથા હાજી આદમ સામે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક ગુન્હો નોંધાયો હોવાનું ખૂલ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh