Advertisement
Author: નોબત સમાચાર

નગરના આસામીને ચેક પરત કેસમાં સજા

રૂ।.૧.૮૦ લાખ વળતર પેટે ચૂકવાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨ઃ જામનગરના એક આસામીને રૂ।.૧.૮૦ લાખના ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદની સજા ફટકારી ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યાે છે.

જામનગરના હીરેન પ્રદીપભાઈ નંદા પાસેથી રૂ।.૧.૮૦ લાખ ભરત અરવિંદભાઈ નંદાએ હાથઉછીના લઈ તેની ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યાે હતો.

આથી હીરેન નંદાએ જામનગરની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપી ભરત અરવિંદભાઈ નંદાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. વળતર ન ચૂકવાય તો વધુ ત્રણ મહિનાની સજા ફટકારાઈ છે. ફરિયાદી તરફથી વકીલ ભગીરથ્સિંહ ઝાલા, કલ્પેન રાજાણી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh