Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કલેક્ટરે કામગીરીની કરી સરાહનાઃ
જામનગરમાં ઈએમઆરઆઈ જીએચએસ દ્વારા તાજેતરમાં ૧૦૮ ટીમ માટે પાયલોટ ડે-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના ૧૦૮ની ટીમના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ૧૦૩ કર્મચારીઓને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ અને સમર્પણ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગરે પ્રવચનથી શરૂઆત કરાવી હતી. ધર્મેન્દ્ર પટેલ અને જયોતિ દ્વારા સંચાલન કરાયું હતુ. મુખ્ય અતિથિપદે કલેકટર પરિમલ પંડયા ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત સીડીએચઓ ડો. પંકજકુમાર સિંગ, સીડીએમઓ ડો. વિજય પોપટ, એડીએચઓ ડો. અતુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. લોકગાયક ભાવેશ રામે લોકગીતોની રમઝટ બોલાવી હતી. કલેક્ટરે ૧૦૮ તથા ૧૯૬૨-એનીમલ એમ્બ્યુલન્સની સેવાઓના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ઈએમઆરઆઈની અમદાવાદ હેડ ઓફિસથી આશિષ ઘોમશે, ૧૯૬૨ના સ્ટેટ હેડ મુકેશ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial