Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રઃ જામનગરના સ્થનકવાસી મોટા સંઘમાં અજરામલ સંપ્રદાયના પૂ. બા.બ્ર. વિશ્વાસીનીબાઈ મસા. ના સંસારી ભાભી મુંબઈથી જામનગર વર્ષીતપના પારણા માટે આવ્યા છે. તેમનું પારણું તા. પ-૬-ર૦ર૬ ના દિને થશે. જેના અનુમોદનમાં તા. ૪-૬-ર૦ર૬ ના દિને એક દિવસીય ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પારણા તા. પ-૬-ર૦ર૬ ના સવારે ૭-૩૦ વાગ્યે લોકાગચ્છ કુ. પક્ષ જ્ઞાતિની વાડીમાં રાખવામાં આવ્યા છે.
તા. ૪/૬ ના ઉપવાસમાં જોડાવા ઈચ્છુકોએ તેમના નામ મંજુબેન મહેતા તથા અનસુયાબેનને લખાવી દેવાના રહેશે.
તા. ૩/૬ અને તા. ૪/૬ ના ત્રણ, ચાર, પાંચ સામાયિક થશે. જેમાં સવારે ૧૧ થી ૧ર વાગ્યા સુધી તપસ્વીઓની સોજી થશે, તપસ્વીઓના સ્તવન ગાવામાં આવશે. સામાયિક કરનારાનું બહુમાન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં જોડાવા સંઘમાતા હેમલતાબા શાહ પરિવાર, દાતા પરિવાર તથા સંઘ દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial